GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

દેશમાં કોરોના સંક્રમણના સતત નવા કેસો વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસો 8.06 લાખ થયો છે. તો દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 2.80 લાખ થઈ ચૂકી છે. દેશમાં કોરોના મહામારીથી સાજા થનારાની સંખ્યા 5 લાખને પાર થઈ છે. દેશમાં કોરોનાથી 21794 લોકોના મોત પણ નીપજ્યા છે. દેશમાં સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં 2.31 લાખ થયું છે. દેશમાં કોરોના મહામારીના આંક છેલ્લા 4 દિવસમાં જ એક લાખને પાર થયા છે. દેશમાં સતત કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી 25 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ચીન જેવા દેશો કરતાં વધારે છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા ધીમે ધીમે 1 લાખ તરફ વધી રહી છે. તો 1.27 લાખ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મોતની સંખ્યા પણ 10 હજાર નજીક પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 9667 લોકોના મોત પણ થયા છે.

દેશમાં 1 લાખ નવા કેસ નોંધાતા લાગેલો સમય

પ્રત્યેક 1 લાખ કેસ સમયતારીખ
100326110 દિવસ18 મે 
20719115 દિવસ2 જૂન 
30082111 દિવસ 13 જૂન 
4005567 દિવસ 20 જૂન 
5094456 દિવસ 26 જૂન 
6052215 દિવસ 1 જુલાઈ
7007285 દિવસ 6 જુલાઈ
8081424 દિવસ10 જુલાઈ

તામિલનાડુમાં એક્ટિવ કેસની સંખ્યા 46 હજારને પાર

મહારાષ્ટ્ર બાદ તામિલનાડુમાં પણ કોરોના સંક્રમણના નવા 3680 વધતાં કુલ આંક 1.30 લાખને પાર થયો છે. તામિલનાડુમાં પણ એક્ટિવ કેસની સંખ્યા 46 હજારને પાર થઈ ગઈ છે. તામિલનાડુમાં વધુ 64 લોકોના મોત થતાં મૃત્યુ આંક 1829ને પાર થયો છે. દિલ્હીમાં આજે વધુ 2089 પોઝીટીવ કેસ આવ્યા છે. દિલ્હીમાં કોરોના મહામારીનો આંક 1.09 લાખને પાર થયો છે. દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 21 હજારથી વધારે છે. ગુજરાતમાં પણ કોરોના મહામારીનો આંક 40 હજારને પાર થયો છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના એક્ટિવ કેસ 10 હજાર જેટલા થઈ ગયા છે. ઉત્તર પ્રદેશ પણ ઝડપી ગતિએ કેસ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં 30 હજારથી વધારે કેસો થઈ ગયા છે.

4 રાજ્યોમાં સૌથી વધુ લોકોના થયા છે મોત

અગાઉના અઠવાડિયામાં 20% ની સરખામણીએ મૃત્યુમાં સાત દિવસમાં 19%નો વધારો જોવાયો છે. છેલ્લાં કેટલાક અઠવાડિયાથી ભારતમાં સંક્રમણ દર અને મૃત્યુદર ઘટી રહયો છે. દેશ હવે કુલ કેસ મામલે અમેરિકા અને બ્રાઝીલ કરતા જ પાછળ છે. ભારતમાં ગત અઠવાડિયે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. રાજ્યોમાં મહારાષ્ટ્ર ( 9667), દિલ્હી (3258), ગુજરાત (2008), તામિલનાડુ (1765) અને ઉત્તર પ્રદેશ (862) માં સૌથી વધુ મોત થયા છે. આ રાજ્યો ભારતમાં અત્યાર સુધીના તમામ કોવિડ સંબંધિત મૃત્યુમાં 81% જેટલો હિસ્સો ધરાવે છે. સૌથી સક્રિય કેસ ધરાવતા 10 રાજ્યોમાંથી કર્ણાટક, આસામ અને તમિલનાડુમાં મૃત્યુમાં સૌથી વધુ ટકાવારી નોંધાઈ છે. અત્યાર સુધીમાં ભારતના 700 થી વધુ જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 462 માં ઓછામાં ઓછું એક કોવિડ સંબંધિત મૃત્યુ થયું છે.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

અખિલેશ બાદ માયાવતી પણ કરશે બ્રાહ્મણોને ખુશ, સત્તામાં આવશે તો પરશુરામની પ્રતિમા લગાવશે

Pravin Makwana

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!