GSTV

15મી ઓગસ્ટના પર્વને લઇને કોંગ્રેસે સરકાર પાસે કરી આ માગ, 1.75 લાખ જેટલા ગુન્હાઓને છે મામલો

15મી ઓગસ્ટ પર્વને લઇને કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે કે લોકડાઉન દરમિયાન એપેડેમીક એકટ અને જાહેરનામા ભંગના સામાન્ય ગુના નોંધાયા હોય તેને માફી એવી જોઈએ. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે આગોતરી જાહેરાત વગર લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. આ સમય ગાળા દરમિયાન દૂધ લેવા નીકળ્યા કે મેડિકલના કામે નીકળ્યા સોસાયટીમાં લોકો એકત્ર થયા ડ્રોનથી રોડ પર કોઈ દેખાયું તેની સામે આ કલમો મુજબ કાર્યવાહી થઈ હોય તો સરકારે સામાન્ય ગુનાઓમાં માફી આપવી જોઈએ અને ગુના પરત ખેંચી લેવા જોઈએ.

તો બીજી તરફ એ પણ રજુઆત કરી છે કે ગંભીર ગુના આચર્યા હોય કોરોના વોરિયર સાથે ઝગડા કર્યા હોય આવા કિસ્સામાં ભલે સરકાર કાર્યવાહી કરે, પરંતુ સામાન્ય ગુના માફ કરી રાજ્યની જનતાને ભેટ આપવી જોઈએ. આ સમય ગાળા દરમિયાન કુલ 1.75 લાખ જેટલા ગુના નોંધાયેલા છે જેથી રાજ્યના સીધા જ 10 લાખ જેટલા લોકોને સ્પર્શતો મુદ્દો છે. સરકાર ગંભીરતાથી વિચારે અને ગુના માફ કરે જેથી આ પરિવારોને હાલાકીના પડે સાથે જ પોલીસ અને કોર્ટ કાર્યવાહીમાં ભારણ ઘટે.

READ ALSO

Related posts

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દિશા સાલિયાન અંગે હતી, લખી હતી આ વાત

Ankita Trada

બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી કંગના, તેની ઉપર ઇન્ડસ્ટ્રીના 250 કરોડ દાવ પર છે

Mansi Patel

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!