GSTV

PFનાં પૈસા ઉપાડવા થઈ શકે છે મુશ્કેલ, જલ્દીથી પતાવી લો આ કામ

epfo

દરેક સેલેરાઈઝ લોકોને સુરક્ષિત ભવિષ્ટ માટે પીએફ ફંડના મહત્વની સમજ હોય છે. આજ કારણે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)પણ પીએફ ઉપાડવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં લાગેલું છે. EPFOનાં પ્રયાસોને લીધે આજે લોકો ઓનલાઈન ક્લેમ અને સેટલમેન્ટ કરી શકે છે. જોકે, હજી પણ ઘણા એવાં લોકો છેકે, જેમણે તેમની KYC (Know Your Customers) કરાવ્યુ નથી. એવાં લોકો માટે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા મુશ્કેલ થશે. કેવાયસી માટે ઈપીએફઓ તરફથી સમય-સમય પર એલર્ટ પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે કરાવી શકો છો કેવાયસી…

  • સૌથી પહેલાં https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવાનું રહેશે.
  • અહીં લોગ ઈન કર્યા બાદ તમને KYC ઓપ્શન દેખાશે.
  • KYC ઓપ્શન પર ક્લિક કર્યા બાદ પૅન, આધાર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની કેટેગરી આવશે.
  • આ દરેક કેટેગરીમાં માંગવામાં આવેલી પોતાની જાણકારી ભરીને સબમિટ કરો
  • સબમિટ કર્યા બાદ વેરિફાઈને તમારે તમારા એમ્પ્લોયરને કહેવું પડશે.
  • એમ્પ્લોયરનાં વેરિફાઈ કરશે એવું તરત જ તમે ઓનલાઈન સુવિધાનો લાભ લઈ શકશો.

જણાવી દઈએકે, હાલમાં જ EPFOએ ‘Date of Exit’ ઓપ્શનની શરૂઆત કરી છે. હવે તમે નોકરી છોડ્યાની તારીખ એટલેકે, ‘Date of Exit’ જાતે જ એન્ટર કરી શકો છો. અત્યાર સુધી આ સુવિધા માટે લોકોએ તેમની જૂની કંપની ઉપર નિર્ભર રહેવું પડતું હતું. એવામાં લોકો માટે પીએફ ફંડ ઉપાડવું કે ટ્રાન્સફર કરવાનું અટકી રહેતું હતુ.

READ ALSO

Related posts

કોરોના સામે જંગ લડવા સાઉથની આ સુપરસ્ટારે આપ્યું લાખોનું દાન

Nilesh Jethva

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!