GSTV
Gujarat Government Advertisement

EPFOની સુવિધા: શું તમારે પણ જાણવું છે પીએફ બેલેન્સ? તો હવે આ નંબર પર SMS થકી જાણી શકાશે

epfo

Last Updated on January 19, 2021 by Ankita Trada

શ્રમ મંત્રાલયે નાણા મંત્રીની મંજૂરી મળ્યા બાદ 6 કરોડથી વધારે ખાતાધારકોવાળા સેવાનિવૃત્તિ કોષ કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર 2019-20 માટે 8.5 ટકા વ્યાજદરને અધિસૂચિત કરવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ EPF પર વ્યાજના દરને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે અધિસૂચના માટે ઔપચારિક મંજૂરી આપી. નાણામંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, તે માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. સાથે જ સબ્સક્રાઈબર્સના ખાતમાં વ્યાજ નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એવામાં જો તમારે પણ પોતાના PF ખાતાનું બેલેન્સ જાણવું છે તો આ રીતથી જાણી શકો છો.

SMS થકી જાણી શકો છો બેલેન્સ

જો તમારો UAN નંબર EPFO ની પાસે રજિસ્ટર્ડ છે તો તમારા પીએફના બેલેન્સની જાણકારી મેસેજ થકી મળી જશે. તે માટે તમારે 7738299899 પર EPFOHO લખીને મોકલવાનું રહેશે. તમારા પીએફની જાણકારી મેસેજ થકી મળી જશે.

પાન અને આધારથી લિંક્ડ હોય

જો તમારે હિંદી ભાષામાં જાણકારી જોઈએ તો EPFOHO UAN લખી મોકલવાની રહેશે. પીએફ બેલેન્સ જાણવાની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિંદી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં મળી રહી છે. પીએફ બેલેન્સ માટે જરૂરી છે કે, તમારો UAN, બેન્ક એકાઉન્ટ, પાન અને આધારથી લિંક્ડ હોય.

મિસ્ડ કોલ થકી જાણો બેલેન્સ

પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપો. ત્યારબાદ EPFO ના મેસેજ થકી પીએફની માહિતી મળી જશે. અહીંયા પણ તમારું UAN, પાન અને આધાર લિંક હોવું જરૂરી છે.

આ રીતે ઓનલાઈન ચેક કરી શકો છો પીએફનું બેલેન્સ

EPFO ની વેબસાઈટ પર લોગ ઈન કરો. epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો.
ઈ-પાસબુક પર ક્લિક કર્યા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવી જશે.
અહીંયા તમારે પોતાનું યુઝર નેમ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરવાનું રહેશે.
બધી માહિતી ભર્યા બાદ એક નવા પેજ પર આવી જશો અને અહીંયા મેંબર આઈડી પસંદ કરવાની રહેશે.
અહીંયા ઈ-પાસબુક પર પોતાનું પીએફ બેલેન્સ મળી જશે.

ઉમંગ એપ પર પણ ચેક કરી શકો છો બેલેન્સ

  • પોતાની ઉમંગ એપ ખોલો અને EPFO પર ક્લિક કરો.
  • તમારે એક અન્ય પેજ પર એમ્પલોયી-સેંટ્રિક સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીંયા વ્યૂ પાસબુક પર ક્લિક કરો. પોતાનો UAN નંબર અને પાસવર્ડ (OTP) નંબર ભરો. OTP તમને પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે. ત્યારબાદ તમે પોતાનું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો.

શું હોય છે UAN નંબર

EPFO યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ની સર્વિસ આપે છે. જે થકી ખાતાધારક પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ જોઈ શકે છે. આ નંબર બેન્ક એકાઉન્ટની જેમ જ હોય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!