GSTV

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

pf

નોકરિયાત વર્ગના લોકો માટે પ્રોવિડેંટ ફંડ એક સેવિંગ બેન્ક એકાઉન્ટ જેવુ છે. તેમાં રૂપિયા તો જમા થાય જ છે પરંતુ સાથે જ તે પીએફ પર વ્યાજ પણ મળે છે. તેવામાં આ એકાઉન્ટની સુરક્ષા પણ તમારા જ હાથમાં છે. બેન્ક એકાઉન્ટની જેમ તમારા પ્રોવિડેંટ ફંડ એકાઉન્ટ પર પણ ખતરો છે. EPFOએ તાજેતરમાં જ તેનુ એલર્ટ જારી કર્યુ હતુ. તમારી એક નાનકડી ભૂલથી તમારા ખાતાની ડિટેલ્સ લીક થઇ શકે છે. તેથી જરૂરી છે કે તમારુ ખાતુ બિલકુલ અપડેટ રાખો.

ક્યાંક તમારો ક્લેમ રિજેક્ટ તો નથી થયો ને?

ઘણીવાર એવું જોવા મળે છે કે તમે પીએફ ઉપાડવા માટે ક્લેમ ફાઇલ કર્યો. પરંતુ ફાઇલ કર્યા બાદ તે રિજેક્ટ થઇ ગયો. તેના અનેક કારણો હોઇ શકે છે. પરંતુ સૌથી મોટા બે કારણ છે. એક તમારુ કેવાયસી પૂરૂ ન હોવુ અને બીજુ તમે હજુ સુધી UANને આધાર સાથે લિંક ન કર્યુ હોય. આ બંને અપડેટ થયા બાદ ક્લેમ ક્યારેય નથી અટકતુ.

KYC જરૂર પૂરુ કરો

શું તમે તમારુ કેવાયસી ચેક કર્યુ છે? જો નહીં તો કરી લો કારણ કે પીએફ એકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની ભૂલ તમને મુસીબતમાં મુકી શકે છે. પીએફ એકાઉન્ટનું KYC હોવુ ખૂબ જ જરૂરી છે. સાથે જ આધાર અને UANનું લિંક હોવુ પણ જરૂરી છે. પરંતુ આ બધી ડિટેલ્સ કોઇની પણ સાથે શેર ન કરો. KYC અપડેટ ન હોવા પર તમારો ક્લેમ પાસ નહી થાય.

આ જ કારણે રિજેક્ટ થઇ શકે છે ક્લેમ

પીએફ એકાઉન્ટમાં જો કોઇ ડિટેલ મિસમેચ છે તો જરૂરી છે કે તેને સુધારી લો. કારણ કે ડિટેલ્સ અલહ હોવા પર તમારુ કોઇ પણ ક્લેમ સેટલ નહી થાય. સાથે જ રિટાયરમેન્ટ પર ફંડ ઉપાડવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડશે. તેવામાં તમારી થોડી બેદરકારી તમારા પર ભારે પડી શકે છે. પરંતુ જો સમય રહેલા ધ્યાન આપવામાં આવ્યું તો ઓનલાઇન જ તમારી આ સમસ્યાનું સમાધાન થઇ શકે છે. તમે પોતે પોતાની ડિટેલમાં સુધારો કરી શકો છો.

PPF

આ રીતે પ્રોસેસ થશે ડિટેલ્સ

પહેલાં આ બદલાવને કરવા માટે કર્મચારી અને નિયોક્ત બંનેને જોઇન્ટ રિકવેસ્ટ આપવાની હતી. જેમાં ઘણો સમય લાગતો હતો. તેવામાં EPFOએ પેપરવર્ક અને સમય બચાવવા માટે ઓનલાઇન રિકવેસ્ટની સુવિધા શરૂ કરી હતી. કર્મચારી પાસેથી રિકવેસ્ટ મળ્યા બાદ સિસ્ટમ તેની તુલના UIDAI ડેટા સાથે કરે છે. ત્યાં, વેરિફિકેશન બાદ રિકવેસ્ટ એમ્પ્લોયરના લોગઇન પર મોકલવામાં આવશે. તે બાદ EPFO ફીલ્ડ ઓફિસર રિકવેસ્ટને વેરિફાય કરશે. સાથે જ કરવામાં આવેલા સુધારા કે બદલાવની પ્રોસેસિંગનું કામ કરશે.

આ રીતે પોતાની ડિટેલ્સમાં કરો સુધાર

Step 1: EPFOના Unified Portal પર જાઓ. UAN અને પાસવર્ડ નાંખીને લોગઇન કરો.

Step 2: હોમ પેજ પર “Manage>Modify Basic Details” સિલેક્ટ કરો, જો તમારુ આધાર વેરિફાઇડ હોય તો તમે ડિટેલ્સ એડિટ ના કરી શકો.

Step 3: સાચી ડિટેલ્સ ભરો. (જે તમારા આધાર કાર્ડમાં રજીસ્ટર છે), તે બાદ સિસ્ટમ તેને આધાર ડેટા સાથે વેરિફાય કરશે.  

Step 4: ડીટેલ્સ ભર્યા બાદ “Update Details” પર ક્લિક કરો. તે બાદ જાણકારી એમ્પલોયરને અપ્રૂવલ માટે મોકલવામાં આવશે.

Read Also  

Related posts

આકરી કસોટી/2020નો કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ જાહેર : ભારત આ નંબરે, આ 2 દેશોમાં છે નહિવત ભ્રષ્ટાચાર

Ankita Trada

મોડાસા/ કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા, રાજકારણમાં અટકળો શરૂ

pratik shah

કાર્યવાહી/ ગુજરાતમાં કોરોના રેપિડ ટેસ્ટના નામે ફર્જિવાડો, ડોક્ટર સહિત 3 કર્મચારીઓ ભરાઈ ગયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!