GSTV
Home » News » 6 કરોડ નોકરિયાતો માટે આવી ખુશખબર, પીએફ મામલે સરકારે લીધો મોટો નિર્ણય

6 કરોડ નોકરિયાતો માટે આવી ખુશખબર, પીએફ મામલે સરકારે લીધો મોટો નિર્ણય

નાણા મંત્રાલયે કર્મચારી પ્રોવિડન્ડ ફંડ માટે 8.65 ટકાના વ્યાજદરને મંજૂરી આપી દીધી છે. EPFOના 6 કરોડ સદસ્યોને તેનો સીધો ફાયદો થશે. નાણા મંત્રાલય મુજબ નાણાકીય સેવા વિભાગે EPFOના 2018-19 માટે પોતાના સદસ્યોના EPF પર 8.65 ટકા વ્યાજ આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નાણાકીય સેવા વિભાગે રિટાયરમેન્ટ ફંડના પર્યાપ્ત સંચાલન સંબંધિત અમુક શરતોને પુરી કરવાનાં આધાર પર EPFOના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

આની પહેલાં ફેબ્રુઆરીમાં EPFOનો નિર્ણય લેતી સંસ્થાના અધ્યક્ષ શ્રમ મંત્રી સંતોષ ગંગવારે વર્ષ 2018-19 માટે EPF પર વ્યાજ દર વધારીને 8.65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.. EPFOના વ્યાજદરમાં ત્રણ વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. 2017-18માં EPF પર વ્યાજદર 8.55 ટકા હતો. EPFOએ 2016-17માં વ્યાજદર ઘટાડીને 8.65 ટકા કર્યો હતો, જે 2015-16માં 8.80 ટકા હતો.

READ ALSO

Related posts

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva

લોકસભાનો જંગ: મોદી ત્સુનામીનો શિકાર થયા આ પાંચ દિગ્ગજ નેતા

Riyaz Parmar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!