GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

EPFOના 6.3 લાખ પેન્શનર્સ માટે ખુશખબર, ખાતામાં આવશે આટલુ વધારે પેન્શન

અનલોક-1

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની કર્મચારી પેન્શન યોજના અંતર્ગત પેન્સન ફંડથી આંશિક ઉપાડની સુવિધા (કમ્યુકેશન) પૂરી પાડવાના નિર્ણયને લાગુ કર્યા બાદ હવે EPFOએ 105 કરોડ રૂપિયાના એરિયર સાથે 868 કરોડ રૂપિયાનું પેન્શન જારી કર્યુ છે. તેથી લાખો પેન્શનધારકોને ફાયદો મળશે. હવે આ સુવિધાને તે લોકો માટે જારી કરવામાં આવી છે, જેમણે 25 સપ્ટેમ્બર 2008 કે તેની પહેલાનો વિકલ્પ સિલેક્ટ કર્યો હતો. પેન્શન કમ્યુટેશન અંતર્ગત પેન્શનમાં આગામી 15 વર્ષ સુધી એક તૃત્યાંશની કપાત થાય છે અને ઘટેલી રકમ એકસાથે આપવામાં આવે છે. 15 વર્ષ બાદ પેન્શનર્સ પૂરી રકમ મેળવવાને હકદાર હોય છે.

તમને જણાવી દઇએ કે ઓગસ્ટ 2019માં શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં ઇપીએફઓનો નિર્ણય લેનાર એપેક્સ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ 6.3 લાખ પેન્શનર્સ માટે કમ્યુટેશનની સુવિધા પૂરી પાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

હવે શું થશે

સરકાર તરફથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, પહેલા કમ્યુટેડ પેન્શનને પૂરુ પાડવાની કોઇ જોગવાઇ ન હતી અને પેન્શનર્સને કમ્યુટેશનની અવેજમાં આજીવન ઓછુ પેન્શન મળતુ હતુ. મંત્રાલયે કહ્યું કે કર્મચારી પેન્શન સ્કીમ 1995 અંતર્ગત આ પેંશનર્સના ફાયદા માટે લેવામાં આવેલુ ઐતિહાસિક પગલુ છે.

epfo

EPFO પોતા 135 ક્ષેત્રીય કાર્યાલયો દ્વારા 65 લાખ પેંશનર્સને પેન્શન આપે છે. EPFOના અધિકારીઓ તથા કર્મચારીઓએ કોવિડ-19 લોકડાઉન દરમિયાન તમામ સમસ્યાઓ છતા મે, 2020ની પેન્શન રકમને પ્રોસેસ કરી છે જેથી પેન્શનર્સને નિશ્વિત શિડ્યુલ અનુસાર પેન્શન મળવામાં કોઇ મુશ્કેલી ન થાય.

તેની પહેલા ફેબ્રુઆરીમાં શ્રમ મંત્રાલયે EPS-95 અંતર્ગત પેન્શન કમ્યુટેશનની વ્યવસ્થાને પૂરી પાડવાના EPFOના નિર્ણયને લાગુ કરી દીધો હતો. તેનાથી 6.3 લાખ પેન્શનર્સને ફાયદો થશે.

સબસ્ક્રાઇબર્સ દ્વારા પેન્શન ફંડથી આંશિક રીતે ઉપાડ કરવા પર 15 વર્ષ સુધી ઓછુ પેન્શન મળે છે. આ વ્યવસ્થાને પેન્શન કમ્યુટેશન કહે છે. મંત્રાલયના નિર્ણય બાદ આ પેન્શનર્સ પણ 15 વર્ષ પૂરા થયા બાદ પૂરૂ પેન્શન મેળવવાને હકદાર છે.

પૂર્વમાં ઇપીએસપ-95 અંતર્ગત સભ્યોને પોતાના પેન્શનના 10 વર્ષ માટે એક તૃત્યાંશ ભાગના કપાતની પરવાનગી હતી. આખુ પેન્શન 15 વર્ષ બાદ જ આપવામાં આવતુ હતુ. કેન્દ્ર સરકારના કેટલાક શ્રેણીના કર્મચારીઓ માટે આ સુવિધા હજુ પણ ઉપલબ્ધ છે.

તેની પહેલા કમ્યુટેડ પેન્શનના રિસ્ટોરેશની જોગવાઇ ન હતી. તેના કારણે પેન્શનર્સને આજીવન ઘટેલુ પેન્શન જ મળતુ હતુ. કમ્યુટેશન પેન્શનના રિસ્ટોરેશનનું પગલુ પેન્શનર્સને લાભ પહોંચાડવા માટે EPS-95 (Employees’ Pension Scheme-1995) અંતર્ગત એક ઐતિહાસિક પગલુ છે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!