GSTV

ઈપીએફઓનો નિર્ણય : કોઈપણ બેરોજગાર સદસ્ય 75 ટકા સુધીની રકમ ઉપાડી શકશે

Last Updated on June 27, 2018 by

ઈપીએફઓના સદસ્યો પાસે હવે એક માસ સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં 75 ટકા સુધીની રકમ ઉપાડવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તેની સાથે ઈપીએફઓના સદસ્ય પોતાના એકાઉન્ટને પણ જાળવી શકે છે. શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે મંગળવારે ઈપીએફઓના ટ્રસ્ટીની બેઠક બાદ આના સંદર્ભે જાણકારી આપી હતી.

ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન અને શ્રમ પ્રધાન સંતોષકુમાર ગંગવારે કહ્યુ છે કે તેમણે આ યોજનામાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. તેના પ્રમાણે એક માસ સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ઈપીએફઓનો કોઈપણ સદસ્ય 75 ટકા સુધીની રકમ અગ્રિમ સ્તરે ઉપાડી શકે છે અને પોતાના ખાતેને પણ જાળવી રાખી શકે છે.

ઈપીએફઓ યોજના 1952ની નવી જોગવાઈઓ હેઠળ બે માસ સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ખાતાધારકો પોતાની બચેલી પચ્ચીસ ટકા રકમને ઉપાડીને ખાતાને બંધ કરાવી શકે છે. હાલના સમયમાં કોઈપણ ઉપયોગકર્તા બે માસ સુધી બેરોજગાર રહે. તો તેવી સ્થિતિમાં તે આ રકમ ઉપાડી શકે છે. આ નવી યોજના હેઠળ વ્યક્તિ પોતાના પીએફ એકાઉન્ટ બનાવી રાખી શકે છે અને તેનો ઉપયોગ અન્ય નોકરી મળ્યા બાદ કરી શકે છે.

પહેલા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે 60 ટકા રકમન ઉપાડી શકાય.પણ સીબીટીએ આ મર્યાદા 75 ટકા કરી દેવામાં આવી હતી. ગંગવારે કહ્યુ છે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ મેન્યુફેક્ચરર્સ એસબીઆઈ અને યુટીઆઈ મ્યુચુઅલ ફંડની સમય મર્યાદા પણ પહેલી જુલાઈ-2019 સુધી વધારવામાં આવી છે. શ્રમ પ્રધાને એમ પણ કહ્યુ છે કે ઈટીએફમાં ઈપીએફઓનું રોકાણ 47431.24 કરોડ સુધી પહોંચી ચુક્યું છે અને થોડાક સમયગાળામાં તેના એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. આ રોકાણ પર 16.07 ટકા વ્યાજ અપાઈ રહ્યું છે.

Related posts

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!