GSTV

નોકરી કરતાં લોકો માટે ખુશખબર! 5000 રૂપિયા થઈ શકે છે EPS પેન્શન, બુધવારે લેવાઈ શકે છે નિર્ણય

epf

EPFO અંતર્ગત આવતા સંગઠિત ક્ષેત્રની કંપનીઓને પોતાના કર્મચારીને EPF (Employee Provident Fund)નો લાભ ઉપલબ્ધ કરાવાનું હોય છે. EPFમાં એમ્પ્લોયર તથા એમ્પ્લોયી બંને તરફથી યોગદાન કર્મચારીની બેસિક સેલરી + DAના 12-12 ટકા છે. એમ્પ્લોયરના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા એમ્પ્લોયી પેન્શન સ્કીમ EPSમાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ્રોવિડેંટ ફંડ (PF)પર વધુ વ્યાજ આપવા અને એમ્પ્લોયીઝ પેન્શન ફંડ (EPS) અંતર્ગત 5000 રૂપિયા પ્રતિ મહિના પેન્શન કરવાની તૈયારી થઇ રહી છે. આ બંને મામલે વિચાર-વિમર્શ માટે આ અઠવાડિયે લેબર પેનલ મોટી ચર્ચા કરશે.

EPF ફંડ પરની પેનલ અનેક બેઠકોમાં આ મુદ્દે ચર્ચા કરશે અને શિયાળુ સત્રમાં તેનો વિગતવાર અહેવાલ સંસદમાં સુપરત કરશે. પેનલના સભ્યોએ અન્ય દેશોમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કરવામાં આવતી જોગવાઈઓની પણ વિગતો શ્રમ મંત્રાલયના પ્રતિનિધિઓને આપી છે.

28 ઓક્ટોબરે થશે મહત્વની બેઠક

બેઠકમાં પેનલ EPFO અંતર્ગત 10 અબજ રૂપિયાના કોષની વ્યવસ્થા, પ્રદર્શન અને રોકાણ પર વિચાર-વિમર્શ કરશે. પેનલની રચના ગત મહિને જ કરવામાં આવી હતી. સૂત્રોની માનીએ તો EPFOને સંગઠિત અને અસંગઠિત સેક્ટરમાં કામ કરતા લોકો માટે વધુ ફાયદાકારક કેવી રીતે બનાવી શકાય, તેના પર પણ પેનલ વિચાર કરશે. ઘણાં સમયથી EPFOના કોષને ફંડ મેનેજર જોઇ રહ્યાં છે. સાથે જ તેના રોકાણ સાથએ સંબંધિત નિર્ણય પણ તેઓ જ લઇ રહ્યા છે. તેવામાં આ પેનલ તેનું આકલન કરશે. પેનલના સભ્ય કોરોના વાયરસ અને લોરકડાઉનના પગલે EPFO કોષ પર પડકા પ્રભાવનું આકલન કરશે.

5000 રૂપિયા સુધી વધી શકે છે પેન્શન

સૂત્રોએ જણાવ્યા અનુસાર PF કોષ માટે રચવામાં આવેલી પેનલની બુધવારે થનારી બેઠકમાં કર્મચારીઓની પેન્શન યોજના (EPS) અંતર્ગત પેન્શન વધારવા અને ખાતાધારકના મૃત્યુના મામલે પરિવારને મળતી રકમની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા પર પણ ચર્ચા થશે. EPS યોજના અંતર્ગત મિનિમમ પેન્શનને વધારીને 5000 રૂપિયા માસિક ચુકવવા પર પણ વિચાર થશે. અનેક ટ્રેડ યુનિયન અને શ્રમિક સંગઠન પણ પાછલા કેટલાક સમયથી પેન્શનની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારનો હેતુ અસંહગઠિત શ્રમિકોને ઢળતી ઉંમરે સુરક્ષા અને સામાજિક સુરક્ષા આપવાનો છે.

તમારા PF પર વ્યાજ વધી શકે છે

વર્ષ 2019-20 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર 8.5% વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં આ સૌથી નીચો છે. આવી સ્થિતિમાં તેને વધારવાની યોજના પણ છે. જો પેનલ એવી જગ્યાએ રોકાણ કરે છે જે તેના અહેવાલમાં ઉચ્ચ વળતર આપે છે, તો તમને પણ લાભ મળશે. આવતા નાણાકીય વર્ષમાં વધુ વ્યાજ આપવાની પેનલની પણ જવાબદારી રહેશે. નાણાકીય વર્ષ 2020-21 માટેનો વ્યાજ દર ડિસેમ્બર અથવા જાન્યુઆરીના અંતમાં નક્કી કરવામાં આવશે. તે પહેલાં તે પેનલની ભલામણોને આધારે નક્કી કરી શકાય છે.

READ ALSO

Related posts

સરકારી ભોજન પર નિર્ભર ન રહ્યા ખેડૂતો/ મોદી સરકારની ભોજન ડિપ્લોમસી ફગાવી, ખેડૂતોએ બતાવી આત્મનિર્ભરતા

Pravin Makwana

ખેડૂત આંદોલનને લઈને બોલિવૂડમાં જંગ છેડાઈ, કંગના અને દિલજીત વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ ગાળાગાળી

Pravin Makwana

બિહારના ‘નાયક’ નીતીશ કુમાર : ભ્રષ્ટાચાર દારૂબંધી જેવા મુદ્દે 644 પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ, 85 બરતરફ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!