GSTV

નોકરીયાત વર્ગને મોટો ફટકો, PF પર ઘટી જશે આટલા ટકા વ્યાજ

આ વર્ષે પગાર દાર વ્યક્તિઓને તેમની પીએફ ડિપોઝીટ પર ઓછું વ્યાજ મળે તેવી શક્યતા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના રોકાણ પર રિટર્ન ઓછું થયું હોવાને કારણે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝીટ પર વ્યાજ દર 15 બેઝિઝ પોઇન્ટ ઘટાડીને 8.50 ટકા કરવા અંગે વિચારી રહ્યું છે.

પાંચ માર્ચની બેઠકમાં વિચારણા થવાની સંભાવના

આ મુદ્દે ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની પાંચ માર્ચની બેઠકમાં વિચારણા થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇપીએફઓ માટે ચાલુ વર્ષે વ્યાજ દરો યથાવત રાખવા મુશ્કેલ બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે લોંગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝીટ, બોન્ડ્સ અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝને કારણે ઇપીએફઓની આવક છેલ્લા એક વર્ષમાં 50 થી 80 બેસિસ પોઇન્ટ ઘટી છે.

18 લાખ કરોડ રૂપિયાથી વધારાનું રોકાણ

ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી પીએફ ડિપોઝીટ પર રિટર્ન રેટ અંગે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક અગાઉ નિર્ણય લઇ શકે છે. આ નિર્ણય ઇપીએફઓના વાસ્તવિક નાણા આધારે લેવામાં આવશે. આ નિર્ણયની માહિતી બોર્ડ મિટિંગમાં આપવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવશે. ઇપીએફઓએ 18 લાખ કરોડ રૂપિયાથી વધારાનું રોકાણ કર્યુ છે. તેણે લગભગ 4500 કરોડ રૂપિયા દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન અને ઇન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસમાં રોક્યા હતાં.

ગયા માર્ચમાં હતુ આટલું રોકાણ

આ બંને કંપનીઓ કરેલુ રોકાણ ઇપીએફઓ માટે બોજારૂપ બની ગયું છે. ડીએચએફએલ એક તરફ બેંકરપ્સી રિઝોલ્યુશન પ્રોસેસમાંથી પસાર થઇ રહી છે જ્યારે આઇએલએન્ડએફએસને બચાવવા માટે સરકારની નજર હેઠળ કાર્ય ચાલુ રહ્યું છે. ઇપીએફઓ પોતાના વાર્ષિક ભંડોળની 85 ટકા રકમ ડેટ માર્કેટમાં અને 15 ટકા રકમ ઇટીએફ અને ઇક્વિટીમાં રોકાણ કરે છે. ગયા વર્ષે માર્ચના અંતમાં ઇક્વિટીમાં ઇપીએફઓનું કુલ રોકાણ 74,324 કરોડ રૂપિયા હતું અને તેને 14.74 ટકા રિટર્ન મળ્યું હતુ.

Read Also

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!