GSTV

કોરોનાકાળમાં EPFO એ કર્યા આ મોટા ફેરફાર, PF ખાતાધારકોને મળશે આ ફાયદો

epfo

કોરોના કાળ દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. તો ઘણી એવી વ્યવસ્થા શરૂ કરી છે જે હવે ડિજિટલ રીતથી થઈ શકશે. EPFO ની નવી વ્યવસ્થાનો ફાયદો PF ખાતાધારકોને મળવાની આશા છે. તો આવો જાણીએ કે, EPFO એ શું મોટા ફેરફાર કર્યા છે.

7 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી

EPFO હેઠળ આવનાર કર્મચારીઓની વીમા રકમ 7 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. ખરેખર એમ્પલોઈ ડિપોઝિટ લિંક્ડ ઈંશ્યોરેંસ યોજના (EDLI) એક વીમા યોજના છે જેની સુવિધા EPFO કર્મચારીઓને આપી શકાય છે. EPFO ના એક એક્ટિવ કર્મચારીની જો સેવા સમયગાળા દરમિયાન મૃત્યુ થઈ જાય છે તો તેમના નોમિનીને 6 લાખ રૂપિયા સુધીનું ચૂકવણું ચૂકવવામાં આવે છે.

હેલ્પલાઈન સેવા શરૂ

EPFO એ પોતાના અંશધારકોની ફરીયાદોને ત્વરિત સમાધાનને લઈને WhatsApp હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. આ પહેલના માધ્યમથી PF અંશધારક વ્યક્તિગત સ્તર પર EPFO ના ક્ષેત્રીય કાર્યલયોની સાથે સીધી વાતચીત કરી શકે છે. હવે EPFO ના બધા 138 કાર્યાલયોમાં WhatsApp હેલ્પલાઈન સેવાઓ શરૂ કરી ચૂકી છે. બધા ક્ષેત્રીય કાર્યલયોના WhatsApp હેલ્પલાઈન નંબર EPFO ની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

EPF અંશદાન કાઢી લેતા હોય છે

EPFO ના EPS સભ્યોને કર્મચારી પેંશન યોજના 1995 અંતર્ગત યોજનાના પ્રમાણ પત્ર માટે અરજી કરવામાં સક્ષમ બનાવી દીધા છે. યોજનાનું પ્રમાણ પત્ર આવા સભ્યોને જારી કરવામાં આવે છે, જે પોતાના EPF અંશદાન કાઢી લેતા હોય છે, પરંતુ સેવાનિવૃતિની ઉંમર પર પેંશન લાભ લેવા માટે EPFO ની સાથે પોતાની સભ્યતા બરકરાર રાખવા માગે છે.

પ્રમાણ પત્ર સુનિશ્વિત કરે છે

એક સભ્ય માત્ર ત્યારે જ પેંશનનું પાત્ર હોય છે, જ્યારે તે કર્મચારી પેંશન યોજના 1995 ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સભ્ય રહે છે. નવી નોકરી સાથે જોડાયા બાદ યોજના પ્રમાણ પત્ર સુનિશ્વિત કરે છે કે, છેલ્લી પેંશન યોગ્ય સેવા માટે નવા નિયોક્તાની સાથે પ્રદાન કરવામાં આવેલી પેંશન યોગ્ય સેવાની સાથે જોડી દેવામાં આવશે, જેનાથી પેંશન લાભ વધી જાય છે.

અર્ધ-ન્યાયિક કેસોની સુનાવણી કરશે

કાનૂની અદાલતોની જેમ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પણ વર્ચુઅલ માધ્યમથી ઇપીએફ હેઠળ આવનાર અર્ધ-ન્યાયિક કેસોની સુનાવણી કરશે. તેનાથી સંસ્થાઓ અને ગ્રાહકોને સમયસર ઉકેલો પૂરા પાડવાની આશા છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!