GSTV

રિટાયરમેન્ટના દિવસે જ મળી જશે PFના રૂપિયા, બસ કરી લો આ નાનકડુ કામ

કોઇપણ નોકરિયાત લોકો માટે તેનું પ્રોવિડેંટ ફંડ સૌથી મહત્વનું હોય છે. આ ફંડ સુરક્ષિત ભવિષ્ય માટે મદદરૂપ સાબિત થાય છે. આ જ કારણ છે કે મોટાભાગના નોકરિયાત લોકો નિવૃત્તિના દિવસે જ પીએફના રૂપિયા ઉપાડવા માગે છે.

UANને આધાર સાથે લિંક કરાવો

જો તમે પણ આવું જ વિચારી રહ્યાં હોવ તો સૌથી પહેલાં યુનિવર્સિલ ખાતા નંબર (UAN) નંબરને આધાર સાથે લિંક કરાવુ પડશે. જો તમે UAN નંબર સાથે આધારને લિંક નહી કરાવો તો તમને પીએફ સાથે સંબંધિત જરૂરી સુવિધાઓ નહી મળે. એક અહેવાલ અનુસાર કેન્દ્રીય ભવિષ્ય નિધિ આયુક્ત સુનીલ બર્થવાલે જણાવ્યું કે પીએફના મોટાભાગના લાભ માટે UANને આધાર સાથે લિંક કરવાની જરૂર છે.

નવી વ્યવસ્થા લાવશે EPFO

સુનીલ બર્થવાલે જણાવ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એક એવી વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે, જેમાં વ્યક્તિને રિટાયરમેન્ટના દિવસે જ ભવિષ્ય નિધિ મળી જશે અને સમય પર પેન્શન મળશે. જણાવી દઇએ કે વર્ષ 2017માં તત્કાલિન શ્રમ તથા રોજગાર મંત્રી બંડારૂ દત્તાત્રેયે સંસદને આ સુવિધા વિશે જણાવ્યું હતું.

આ સાથે જ EPFO નિયોક્તાઓ દ્વારા પીએફમાં આપમેળે યોગદાનના પાલન પર નજર રાખવા માટે ટૂંક સમયમાં ઇ-નિરીક્ષણ સિસ્ટમ દાખલ કરશે. પરિણામે EPFOના આ નિર્ણયથી દેશના આશરે 8 કરોડ લોકોને ફાયદો મળવાની આશા છે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!