GSTV

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

pf

Last Updated on July 28, 2021 by Pritesh Mehta

જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્ય છો તો તમને આ અઠવાડિયે ખુશખબર મળી શકે છે આ ખુશખબર એક સાથે સાડા 6 કરોડ પીએફ ધારકોને મળી શકે છે. અહેવાલ મુજબ, 31 જુલાઈ સુધી પીએફ ખાતાઓમાં સરકાર વ્યાજની રકમ નાખી શકે છે.

EPFO

વ્યાજની રકમ થશે ડિપોઝીટ

ગત દિવસોમાં મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 % વ્યાજને મંજૂરી આપી દીધી છે એ આશા કરવામાં આવી રહી છે કે આ અઠવાડિયે આ રકમ લગભગ સદા 6 કરોડ PF ધારકોના ખાતામાં ડિપોઝિટ થઇ જશે. તમે પોતે ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમને વ્યાજની કેટલી રકમ મળી છે. તેના કેટલીક રીતો છે.

nirmala-sitharaman

મિસ્ડ કોલથી જાણો PF અમાઉન્ટ

તમે માત્ર એક મિસ કોલથી પણ તમારા પીએફ એકાઉન્ટની તમામ વિગતો જાણી શકો છો. EPFOએ તેના માટે 011-22901406 નંબર જાહેર કર્યો છે. તમારે માત્ર પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી આ નંબર પર મિસ કોલ કરવાનો રહેશે. જેવા તમે આ નંબર પર કોલ કરશો થોડીક સેકન્ડ રિંગ વાગ્યા બાદ ફોન કટ થઇ જશે અને ખાતાની સંપૂર્ણ માહિતી મેસેજ દ્વારા તમારા સુધી પહોંચી જશે

ppf

મેસેજ દ્વારા પણ મેળવી શકો છો માહિતી 

SMS દ્વારા પણ PF બેલેન્સ ચેક કરી શકાય છે, તેના માટે EPFO એ નંબર જાહેર કર્યો છે, તેના માટે તમારે પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. જેવા તમે SMS કારસો કે તરફ EPFO તમને તમારા પીએફ કન્ટ્રીબ્યુશન અને બેલેન્સની જાણકારી આપશે.

SMS કરવાની રીત

SMS મોકલવાની રીત પણ એકદમ સરળ છે. તેના માટે તમારે EPFOHO UAN’ લખીને 7738299899 પર SMS મોકલવાનો રહેશે. આ સુવિધા 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે. હિન્દી પંજાબી ગુજરાતી મરાઠી કન્નડ તેલુગુ તમિલ મલયાલમ અને બાંગ્લામાં ઉપલબ્ધ છે. તેની જાણકારી માટે તમારે UAN, PAN અને આધાર લિંક હોવો જરૂરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!