કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ 64 લાખ પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. EPFOએ લાઇફ સર્ટિફિકેટ જમા કરવાના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. પેન્શન મેળવવા માટે પેન્શન ધારકો હવે પોતાની અનુકૂળતા અનુસાર વર્ષમાં ગમે ત્યારે ઑનલાઇન લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકશે. લાઇફ સર્ટિફિકેટ સબમિશનમાં થયેલા બદલાવોથી એમ્પલોઇ પેન્શન સ્કીમ (EPS),1995ના 64 લાખ પેન્શન ધારકોને લાભ થશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.
EPFOની ટ્વીટ: 1 વર્ષ સુધી માન્ય રહેશે લાઇફ સર્ટિફિકેટ
EPFOએ ટ્વીટમાં લખ્યું છે કે, પેન્શન ધારકો હવે પોતાની સુવિધાઓ અનુસાર વર્ષમાં કોઇપણ સમયે ઑનલાઇન માધ્યમથી લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકે છે. સબમિશનની તારીખથી એક વર્ષ માટે આ લાઇફ સર્ટિફિકેટ માન્ય હશે. જણાવી દઇએ કે લાઇફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણ પત્ર પેન્શનરના જીવંત હોવાનો પુરાવો હોય છે. તે જમા કરવામાં ન આવે તો પેન્શન મળવાનું બંધ થઇ શકે છે. અત્યાર સુધી પેન્શન ધારકોને પેન્શન મેળવવાનું ચાલુ રાકવા માટે દર વર્ષે નવેમ્બરમાં પોતાનું લાઇફ સર્ટિફિકેટ બેન્કમાં જમા કરાવાનું હતુ. જેમાં પેન્શન આવે છે.

EPFOએ આપી મોટી ભેટ
જો કોઇ નવેમ્બર મહિના સુધીમાં લાઇફ સર્ટિફિકેટ જમા ન કરી શકે તો જાન્યુઆરી મહિનાથી તેનું પેન્શન રોકી દેવામાં આવતું હતુ. પરંતુ હવે EPFOની આ નવી સુવિધા બાદ વર્ષના કોઇપણ સમયમાં લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકાય છે. એક વાર સબમિટ કર્યા બાદ આગામી 12 મહિના સુધી આ લાઇફ સર્ટિફિકેટ માન્ય ગણાશે.
કેવી રીતે ઑનલાઇન મળશે સર્ટિફિકેટ
હવે બેન્ક મેનેજર્સ અથવા કોઇ ગેજેટેડ અધિકારીની મદદથી લાઇફ સર્ટિફિકેટ નહી બનાવડાવુ પડે. હવે EPFO ઑફિસ જઇને પણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરાવી શકાશે. તેને પેન્શન ડિસ્બર્સિંગ બેંક, ઉમંગ એપ કે કૉમન સર્વિસ સેન્ટર દ્વારા પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકાય છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવા માટે બાયોમેટ્રિક વરિફિકેશન કરાવુ ફરજિયાત છે. તેના માટે તમારે આધાર કાર્ડ નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર, બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ અને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી