GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પેન્શન પર પણ મળશે બોનસ, 6 કરોડ લોકોને અસર કરશે EPFOના આ છે નવા નિયમો

એમ્પલોઈ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન(EPFO) એક પ્રસ્તાવ જલ્દી વધી શકે છે. જે હેઠળ સબ્સક્રાઈબર્સને પેન્શન લેવાની સાથે જોડાયેલાં સુપરએનુએશન એજ 58 વર્ષથી વધારીને 60 કરવામાં આવશે. જોકે, સબ્સક્રાઈબર્સને તેનો વિકલ્પ પસંદ કરવાની તક આપવામાં આવશે. આવો વિક્લ્પ મળવાથી બેનિફિશરીને પેન્શન ફંડ વધારવાની તક મળશે. EPFO વધારે ઉંમરમાં પેન્શન લેનારા લોકો માટે વધારે બોનસ પણ એફર કરી શકે છે.

સુપરએનુએશન એજ વધારવાની જરૂરિયાત

EPFOએ EPF એન્ડ  MP એક્ટ 1952માં જે બદલાવોનાં પ્રસ્તાવ કર્યો છે, તેમા કહેવામાં આવ્યુ છે, સુપરએનુએશન એજ 58 વર્ષ છે. તેને 60 વર્ષ સુધી કરવાની જરૂર છે. વિશ્વના મોટાભાગના પેન્શન ફંડ્સ 65 વર્ષ પછી પેન્શન આપી રહ્યા છે. ઇપીએફઓનું માનવું છે કે ઈપીએફઓ હેઠળ પેન્શનયોગ્ય વય સરકારી પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમની તર્જ પર થવી જોઈએ, જેમાં સુપરએનુએશન એજ 60 વર્ષ છે.

વધશે પેન્શન બેનિફિટ્સ

એક સિનિયર અધિકારી મુજબ, નવેમ્બરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે. તેમણે કહ્યું, “બોર્ડ પાસેથી મંજૂરી મળ્યા પછી પ્રસ્તાવ કેબિનેટ મંજૂરી માટે શ્રમ મંત્રાલયને મોકલવામાં આવશે.” ઈપીએફઓનું માનવું છે કે વયમર્યાદામાં વધારો કરવાથી પેન્શન ફંડ્સની ખોટમાં રૂપિયા 30,000 કરોડ  સુધી ઘટાડો થશે. તે જ સમયે, સભ્યો માટે પેન્શન લાભો વધશે કારણ કે બે વધારાની વર્ષોની સેવા મળી જશે.

પેન્શન યોગ્ય સેલેરીની લિમિટ 15000 રૂપિયા

કર્મચારી પેન્શન યોજના 1995 અનુસાર, એમ્પ્લોયર કર્મચારીના પગારનો 8.33 ટકા સુધી ફાળો આપે છે. આમાં, પેન્શનયોગ્ય પગારની મર્યાદા 15000 રૂપિયા છે. લાભાર્થી 50 વર્ષની ઉંમર સુધી 10 વર્ષથી વધારે સમય સુધી કામ કરવા પર અથવા 58 વર્ષની ઉંમરમાં EPS પેન્શનનો હકદાર થાય છે.જે લોકોની સર્વિસ 10 વર્ષથી ઓછી છે અને બે મહિનાથી વધુ સમયથી બેકાર છે તેઓ ઇપીએસ રકમ ઉપાડી શકે છે.

પહેલીવાર 2015માં પ્રસ્તાવ

આ પ્રસ્તાવ સૌ પ્રથમ 2015 માં વધારવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે સરકારે વિચારણા કરી ન હતી. ઇપીએસ -95 યોજના હેઠળ આશરે 60 લાખ પેન્શનરો છે. તેમાં 3 લાખ કરોડ રૂપિયાનું પેન્શન ફંડ છે. ભારતીય મજૂર સંઘના મહામંત્રી બ્રિજેશ ઉપાધ્યાયે કહ્યું, ‘અમે આ દરખાસ્તના પક્ષમાં છીએ. આ કામ બહુ પહેલાં થવું જોઈએ. બે વર્ષ માટે કાર્યકાળમાં વધારો કરવાથી કર્મચારીઓની પેન્શન યોગ્ય રકમ ખૂબ જ વધી જશે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 13 જળાશયો થયા ઓવરફ્લો,65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો

pratik shah

સુરતમાં કોરોનાએ ધારણ કર્યુ ભયાનક સ્વરૂપ: એક જ દિવસમાં 260 કેસ, આ વિસ્તારમાં સ્થિતિ ભયંકર

Bansari

વડોદરામાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, હજુ આટલા દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!