કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પેંશનર્સ માટે એક રાહત ભરેલ સમાચાર આપ્યા છે. ખરેખર EPFO એ પોતાના પેંશનધારકો માટે ડિજિટલ જીવન પ્રમાણ પત્ર જમા કરવાની સમયમર્યાદા 28 ફેબ્રુઆરી 2021 સુધી વધારી દીધી છે. તેનાથી 35 લાખ પેંશનભોગિયોને લાભ મળશે.
આ માટે લીધો વૃદ્ધોના હિતમાં નિર્ણય
જાણકારી મળી છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા વૃદ્ધ વસ્તીની સુરક્ષાના ધ્યાનમાં પેંશનર્સ માટે મોટો નિર્ણય લીધો છે. EPFO દ્વારા લેવામાં આવેલ સમયમર્યાદા વધારવાના નિર્ણય બાદ હવે લાખો પેંશનર્સ 28 ફેબ્રુઆરી 2021 સુધી પોતાના જીવન પ્રમાણ પત્રને જમા કરી શકે છે.
જણાવી દઈએ કે, કર્મચારીઓની પેંશન યોજનાના બધા પેંશનર્સને મહીનાનું પેંશન મેળવવા માટે દર વર્ષે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અથવા જન્મ પ્રમાણ પત્ર જમા કરાવવાનું હોય છે.
પહેલા નવેમ્બરમાં જમા કરવું અનિવાર્ય હતુ JPP
માલૂમ હોય કે, પહેલા પેંશનર્સને નવેમ્બર મહીનાથી જ જીવિત હોવાનું પ્રમાણ પત્ર આપવુ ફરજિયાત હતું. બધા પેંશનભોગિયોને 1 નવેમ્બર સુધી EPFO કાર્યાલયમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કરવું ફરજિયાત હતું. જોકે, EPFO ની તાજા અપડેટ પ્રમાણે હવે પેંશનભોગી આગામી વર્ષ સુધી પોતાનું સર્ટિફિકેટ જમા કરી શકે છે. વર્તમાનમાં એક પેંશનભોગી 30 નવેમ્બર સુધી કોઈપણ સમયે જેપીપી જમા કરી શકે છે. જો જાહેર થયાની તારીખથી એક વર્ષના સમયગાળા માટે કાયદેસર છે.
આ છે જેપીપી જમા કરવાના સેંટર્સ
જેપીપીને પેંશનર્સ ઘણી જગ્યા પર જમા કરી શકે છે. તેમાં 3.65 લાખ કોમન સર્વિસ સેન્ટર છે, જ્યાં જેપીપી સબમિટ કરી શકાય છે. પેંશનભોગી જે બેન્ક ખાતામાં પોતાની પેંશન મેળવે છે તે બેન્કની નજીકની બ્રાંચમાં પણ સર્ટિફિકેટ જમા કરી શકે છે. તેમાં મહત્તમ 1.90 લાખ પોસ્ટમેનના પોસ્ટ નેટવર્ક અને ગ્રામીણ ડાક સેવક સામેલ છે. જાણકારી માટે જણાવી દઈએ કે, EPFO ના 135 ક્ષેત્રીય કાર્યલય અને 117 જિલ્લા કાર્યલયો સિવાય દેશભરમાં ફેલાયેલ 3.65 લાખ કોમ સર્વિસ સેંટર્સ (CSC) પર પણ જઈને DLC ને જમા કરી શકો છો.
ઓનલાઈન પણ જમા કરી શકે છે જેપીપી
પેંશનર્સ ઈચ્છે તો પોતાના મોબાઈલમાં UMANG એપ થકી પણ જીવન પ્રમાણ પત્રને જમા કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ EPFO દ્વારા સીમા વધવાથી 35 લાખ પેંશનભોગિયોની પેંશન બંધ કરવામાં આવશે નહી. જેમણે નવેમ્બર 2020 દરમિયાન પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કર્યુ નથી.
READ ALSO
- આનંદ મહિન્દ્રાની દિલદારી : ગાબામાં ઐતિહાસિક જીત મેળવીને આવેલા ખેલાડીઓને ભેટમાં આપશે THAR-SUV
- કાંટાની ટક્કર/ છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબ્રુઆરીએ યોજાશે, બે તબક્કામાં ચૂંટણીનું આયોજન: રસા કસીનો જંગ
- જલ્દી કરો/ અહીં ગ્રાહકોને અપાઈ રહી છે આકર્ષક ઓફર, 2500 રૂપિયાની પૂર્વ ચૂકવણી પર મળશે 3000 રૂપિયાની ખરીદીનો મોકો
- હેકર્સે યુવક પાસે કરી રૂપિયા 10 કરોડની માંગ, આપી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી
- ટૉફિ ખાવાના છો શૌખીન? આ કંપની આપી રહી છે ટૉફી ખાનારાઓને નોકરીની તક, લાખોમાં છે પેકેજ