GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

કોરોના

Last Updated on May 15, 2021 by Bansari

તાજેતરમાં જ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના ગોલ્ડ મેડાલિસ્ટ સાર્થક આહૂજાનો લિંક્ડઇન પર શેર કરવામાં આવેલો સ્ક્રીનશૉટ વાયરલ થયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો કોઇ સરકારી કર્મચારીનું કોવિડ-19થી મોત થાય તો તેના પરિવારજનોને એમ્પ્લોઇ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (ઇડીએલઆઇ) અંતર્ગત 7 લાખ રૂપિયા મળી શકે છે. આ ખબરમાં કેટલી હકીકત છે, ચાલો તમને જણાવીએ…

સાચો છે આ દાવો

તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે આ દાવો સાચો છે. શ્રમ મંત્રાલયે ડેથ ઇન્શ્યોરન્સ બેનિફિટની રકમ વધારવાનો નિર્ણય લીધો છે. સંકટના આ સમયમાં એમ્પ્લોઇ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ, 1976 અંતર્ગત આપવામાં આવતી વીમા રકમ વધારીને સાત લાખ રૂપિયા થઇ ગઇ છે.

epfo

5 કરોડ ઇપીએફઓ સબ્સ્ક્રાઇબર્સને મળશે લાભ

હવે કોઇ ખાતાધારકનું મોત થાય તો ઓછામાં ઓછી વીમા રકમ વધારીને 2.5 લાખ રૂપિયા અને મહત્તમ ધનરાશિ વધારીને  7 લાખ રૂપિયાકરી દેવામાં આવી છે. તેની પહેલા આ રકમ 2 લાખ રૂપિયા અને 6 લાખ  રૂપિયા સુધી હતી.

ક્યાં સુધી કરી શકો છો ક્લેમ

સરકારની ઇડીએલઆઇ યોજના અંતર્ગત ક્લેમ મેંબર એમ્પ્લોઇના નોમિની તરફથી એમ્પ્લોઇની બીમારી, દુર્ઘટના અથવા સ્વાભાવિક મૃત્યુ થવા પર કરવામાં આવે છે. આ કવર તે કર્મચારીઓના પીડિત પરિવારોને આપવામાં આવે છે જેણે મૃત્યુ પહેલાના 12 મહિનાની અંદર એકથી વધુ પ્રતિષ્ઠાનોમાં નોકરી કરી હોય.

કોણ કરી શકે છે ક્લેમ

આ રકમને ક્લેમ નોમિની તરફથી પીએફ ખાતાધારકનું મૃત્યુ થવા પર કરવામાં આવે છે. જો કોઇ નોમિની ન હોય તો કાયદેસરના ઉત્તરાધિકારીને આ ક્લેમ આપવામાં આવે છે. એટલે કે જો સ્કીમ અંતર્ગત કોઇ નોમિનેશન ન થયું હોય, તો મૃત કર્મચારીના જીવનસાથી, તેની કુંવારી દિકરીઓ અને સગીર દિકરા તેના લાભાર્થી છે.

કોરોના

કેટલી ચૂકવણી કરવી પડશે

યોજના અંતર્ગત એકસાથે ચૂકવણી કરવી પડે છે. તેના માટે કર્મચારીને કોઇપણ રકમ નથી આપવી પડતી. એટલે કે આ ઇન્શ્યોરન્સ કવર સબ્સ્ક્રાઇરને ફ્રી મળે છે. પીએફ ખાતાની સાથે તે લિંક થઇ જાય છે. કોવિડ-19થી થતા મૃત્યુના કેસમાં પણ તેને લઇ શકાય છે.

કેવી રીતે કરશો ક્લેમ

ક્લેમ માટે તમારે ફોર્મ-5 IF જમા કરાવાનું છે, જેને એમ્પ્લોયર વેરિફાય કરે છે. તે બાદ જ તમને કવરના પૈસા મળી શકે છે. ઇન્શ્યોરન્સ કવરની ધનરાશિ મહત્તમ 7 લાખ રૂપિયા છે.

ફોર્મ-5 IF ની લિંક નીચે આપવામાં આવી છે.

https://www.epfindia.gov.in/site_docs/PDFs/Downloads_PDFs/Form5IF.pdf

Read Also

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!