GSTV
Finance Trending

EPF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે આ દસ્તાવેજો છે જરૂરી, મળી શકશે આટલા રૂપિયા

ppf

એમ્પોલઈ પ્રોવિડન્ટ ફંડ એટલેકે, EPF ખાતુએ પૈસાની જરૂર પડે ત્યારે સૌથી મોટો ઉપયોગી સ્ત્રોત છે.  ઘણીવાર એવું થાય છેકે, ઘણીવાર એવું થાય છેકે, આપણને પૈસાની જરૂર પડે છે. અને આ જરૂરિયાતને પુરી કરવા માટે તમે તમારા દોસ્તો અને સંબંધીઓનો સંપર્ક કરો છો. કોઈ કારણે તેઓ તમારી મદદ કરી શકતા નથી એવામાં આપણી પાસે અમુક વિકલ્પ હોય છે. જેમાંથી એક ઈપીએફ ખાતામાં રહેલાં પૈસા છે.

નોકરીકરતા લોકોને આ ખાતું બહુજ મદદગાર સાબિત થાય છે. પીએફમાંથી કેટલાં રૂપિયા ઉપાડી શકાય છે. તે એની ઉપર નિર્ભર હોય છેકે, તમે ક્યાં ઉદ્દેશ્ય માટે પૈસા ઉપાડી રહ્યા છો. એટલેકે, ઈપીએફમાંથી મેડિકલ, લગ્ન, હોમ લોન ચૂકવણી, ઘરનું રિનોવેશન, રિટાયરમેન્ટ અથવા તો પછી બેરોજગારી દરમ્યાન કેશ ઉપાડવાની પરવાનગી ખાતાધારકને મળી શકે છેય તે 25 ટકાથી 90 ટકા સુધીની હોય છે.

એક સવાલ હંમેશા પીએફ ખાતાધારકોનાં મનમાં હોય છેકે, ઉપાડ માટે કયાં-ક્યાં દસ્તાવેજોની માંગ કરવામાં આવે છે. ખાતાધારકે ઉપાડ કરતી વખતે આવેદન કરતાં ક્લેમ ફોર્મ, બે રાજસ્વ સ્ટેમ્પ, એડ્રેસ પ્રૂફ, આઈડેન્ટિટી પ્રૂફ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને પિતાનું નામ, જન્મતિથિની જાણકારી આપવાની હોય છે. તેની સાથે એક કેન્સલ બ્લેન્ક ચેક પણ અટેચ કરવાનો હોય છે.

કેટલો ઉપાડ કરી શકે છે

જો કોઈ ખાતાધારક બેરોજગાર છે, તોતે 1 મહિના બાદ 75 ટકા જેટલી રકમ ઉપાડી શકે છે. આ રકમ મેળવ્યા બાદ બાકી બચેલી 25 ટકા રકમને 1 મહિના બાદ ઉપાડી શકે છે. જ્યારે મેડિકલ ખર્ચ માટે પૈસા ઉપાડવા હોય તો તેને કુલ એમાઉન્ટનો નાનો હિસ્સો અથવા મંથલી સેલેરીનો છ ગણો ક્લેમ કરવાની છૂટ છે.

તો હોમ લોન ચૂકવણી કરવા પર સૌથી વધારે ઉપાડ કરવાની છૂટ મળે છે. ખાતાધારકને આ કેટેગરી હેછળ પૈસા ઉપાડવામાટે જમા રકમના 90 ટકા ઉપાડવાની છૂટ મળે છે. જ્યારે લગ્નનાં ખર્ચા માટે 50 ટકા સુધીની લિમિટ રાખવામાં આવી છે. તો ફક્ત નિવૃત્તીનાં સમયે જ એકસાથે બધી રકમ ઉપાડવાની પરવાની છે.

READ ALSO

Related posts

છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ

Padma Patel

Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય

Siddhi Sheth

મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ, ‘જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કોઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે’

Kaushal Pancholi
GSTV