GSTV

EPFO: તમે પણ ભૂલી ગયા છો UAN? તો ડાયલ કરો આ નંબર, સેકન્ડોમાં આવી જશે SMS

Last Updated on January 26, 2021 by Ankita Trada

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ એમ્પલોઈ પ્રોવિડેંટ ફંડ સબ્સક્રાઈબર્સની એક મોટી પરેશાનીને સોલ્વ કરી દીધી છે. જો તમારો નંબર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં રજિસ્ટર્ડ છે, પરંતુ તમે પોતાનો UAN નંબર ભૂલી ગયા છો તો બસ તમારે એક મિસ્ડ કોલ થકી આ નંબર મળી શકે છે.

ઘણા કામનો છે UAN

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)પોતાના એમ્પલો પ્રોવિડેંટ ફંડ સબ્સક્રાઈબર્સને એક યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જાહેર કરે છે. UAN ના વપરાશથી તમે પોતાના EPF (Employees’ Provident Fund) એકાઉન્ટને ટ્રેક કરી શકો છો. ઓનલાઈન પોતાની પાસબુક જોઈ શકો છો. એકથી વધારે PF એકાઉન્ટ્સ હોવા પર તમે UAN નો વપરાશ કરી એક જગ્યા પોતાના બધા PF એકાઉન્ટ્સની માહિતી જોઈ શકો છો.

એકાઉન્ટ

ભૂલી ગયા છો UAN તો કરી લો આ કામ

જો ક્યારેય કોઈનાથી પણ UAN ખોવાઈ જાય અથવા તમે UAN ભૂલી જાવ તો તેને બીજી વખત મેળવી શકાય છે. સબ્સક્રાઈબર ઓનલાઈન માધ્યમ, મિસ્ડ કોલ અથવા SMS થકી ઘર બેઠા UAN ને જાણી શકાય છે. UAN જાણવા માટે EPF ખાતાધારકનો મોબાઈલ નંબર EPFO ની સાથે રજિસ્ટર હોવો જોઈએ અને UAN નંબરની સાથે બેન્ક એકાઉન્ટ નંબર અથવા આધાર અને પાનામાંથી કોઈ એક KYC પૂરી હોવી જોઈએ.

મિસ્ડ કોલથી જાણી શકાશે UAN

EPF ખાતાધારકને પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011- 22901406 પર મિસ્ડ કોલ આપવાનો રહેશે. થોડી જ સેકન્ડમાં EPFO એક મેસેજમાં UAN, EPF ખાતાધારકનું નામ, જન્મતારીખ, આધાર સંખ્યા, એકાઉન્ટમાં છેલ્લુ કોન્ટ્રીબ્યૂશન અને કુલ PF બેલેન્સની જાણકારી મોકલી આપશે.

epfo

SMS થી પણ જાણી શકો છો UAN

રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી EPFOHO UAN ENG લખી 7738299899 પર મોકલી દો. આ મેસેજમાં છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિંદીમાં SMS મંગાવવામાં ઈચ્છો છો તો EPFOHO UAN HIN લખી મોકલો. થોડી જ સેકન્ડમાં EPFO ના SMS માં UAN સહિત અન્ય માહિતી તમારી પાસે આવી જશે.

ઓનલાઈન પણ જાણી શકો છો UAN

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના ખાતાધારક વેબસાઈટ થકી પણ UAN જાણી શકો છો. તે માટે સૌ પ્રથમ તમારે https://www.epfindia.gov.in/site_en/For_Employees.php પર જઈને સર્વિસેજ સેક્શનમાં Member UAN/Online Service (OCS/OTCP) પર ક્લિક કરવાનું રહેશે. હવે નવા ખુલેલા પેજમાં જમણી બાજુ રાઈટ સાઈડમાં ઈમ્પોર્ટેટ લિંક્સ સેક્શનમાં ‘નો યોર UAN’ પર ક્લિક કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા નાખી ‘રિક્વેસ્ટ ઓટીપી’ પર ક્લિક કરો. મોબાઈલ નંબર પર આવેલ ઓટીપીને નિર્ધારિત સ્પેસમાં નાખો અને ફરી એક વખત કેપ્ચા એન્ટર કરો. ત્યારબાદ જે પેજ ખુલશે, તેમાં PF એકાઉન્ટધારકોના નામ, જન્મતારીખ અને આધાર-પાન અને મેમ્બર ID/PF ખાતા સંખ્યા નાખવાની રહેશે. બાદમાં કેપ્ચા નાખી ‘શો માઈ UAN’ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું UAN તમને મળી જશે.

READ ALSO

Related posts

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

PHOTOS / લગ્ન પહેલા વિકી કૌશલના ઘરે જતી વખતે સ્પોટી થઈ કેટરીના કૈફ, જુઓ અભિનેત્રીની ખૂબસુરત તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!