GSTV

EPFO Covid-19 Advance / નોકરી છોડનાર પણ ઉઠાવી શકશે ફાયદો, જાણો કેટલાં રૂપિયા ઉપાડી શકશો

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

EPFO Covid-19 Advance ની સુવિધા કોઇ પણ મેમ્બર ઉઠાવી શકે છે. પછી ભલે તે નોકરી કરી રહ્યો હોય કે પછી નહીં. એટલે કે, નોકરી છોડનાર અથવા તો નોકરીમાંથી નીકાળી દેવાયેલ કે જેને હજુ સુધી નોકરી નથી મળી શકી તે પણ આનો લાભ ઉઠાવી શકે છે. EPFO અનુસાર, જો કોઇ નોકરી છોડી દે છે અથવા તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, પરંતુ હજુ સુધી નોકરી નથી મળી શકી. તેમ છતાં પણ PF રકમમાંથી એક ભાગના રૂપમાં કોવિડ એડવાન્સ નીકાળી શકે છે. તેનાથી હવે વધારેમાં વધારે લોકોને ફાયદો થશે.

EPFO accounts

તમામને મળશે કોવિડ એડવાન્સ : EPFO તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, તમામ PF સબ્સક્રાઇબર કોવિડ એડવાન્સ માટે રિક્વેસ્ટ કરી શકે છે. જો કોઇએ પણ નોકરી છોડી દીધી છે, પરંતુ પીએફ નિકાળવાના ફાયદાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો તો તે હજી સુધી ઇપીએફ મેમ્બર છે. જે અંતર્ગત તે કોવિડ એડવાન્સ માટે એપ્લાય કરી શકે છે. જેનાથી તમામ પ્રકારના EPFO ના મેમ્બર્સને વધારે ફાયદો થશે.

સરકાર તરફથી બીજી વખત આપવામાં આવેલી સુવિધા – કોરોનાની બીજી લહેર વચ્ચે EPFO મેમ્બર્સને બીજી વખત નોન રિફન્ડેબલ કોવિડ એડવાન્સની સુવિધાની જાહેરાત કરી છે. સરકાર તરફથી ગયા વર્ષે માર્ચ મહીનામાં પણ આ સુવિધા આપી હતી. જે અંતર્ગત મેમ્બર પીએફના 75 ટકા અથવા તો પછી ત્રણ મહીનાની બેસિક સેલરી બરાબર જે ઓછી હશે તે મળી જશે.

MONEY

6 કરોડ મેમ્બર્સ ઉઠાવી શકે છે આનો ફાયદો

ઈપીએફઓના 6 કરોડ મેમ્બર્સ કોવિડ એડવાન્સનો ફાયદો ઉઠાવી શકે છે. ઇપીએફ યોજનાના વિસ્તારમાં આવનારી સંસ્થાઓ અને પ્રતિષ્ઠાનોમાં કામ કરનારા કર્મચારી આ રકમને નીકાળવા માટે યોગ્ય છે. એ માટે ઇપીએફ યોજના, 11952 ના પેરા 68 એલ નો સબ-ફકરો (3) શામેલ છે. સંશોધિત કર્મચારી ભવિષ્ય નિધિ કોષ (સંસ્થા) યોજના, 2020 ગયા વર્ષથી અમલમાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!