GSTV

કામના સમાચાર/ EPFOએ જીવન પ્રમાણપત્ર જમા કરવાના નિયમોમાં કર્યા મોટા બદલાવ, પેન્શનધારકોને મોટો ફાયદો

epfo

Last Updated on November 12, 2020 by Bansari

કોરોનાને કારણે, EPFOએ જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ કહ્યું છે કે જેમનુ પેન્શન શરૂ થયાને એક વર્ષથી ઓછો સમય થયો છે, તેઓએ નવેમ્બરમાં જીવન પ્રમાણ આપવાની જરૂર નથી. આ સિવાય ડિસેમ્બર 2019 અથવા તેના પછી જે લોકોએ જીવન પ્રમાણ આપ્યુ છે તેમને પણ જીવન પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. આ સિવાય હવે પેન્શન ધારકો વર્ષમાં ગમે ત્યારે તેમનું જીવન પ્રમાણપત્ર સંબંધિત કચેરીમાં મોકલી શકે છે.

EPFO

આ કારણે EPFOએ લીધો નિર્ણય

સેન્ટ્રલ દિલ્હી-ઇપીએફઓ ઑફિસના રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર આલોક યાદવના જણાવ્યા અનુસાર, લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે પેન્શનરોની ભીડ અટકાવવા નવેમ્બર અને ડિસેમ્બરમાં આ જોગવાઈ કરવામાં આવી છે. દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં, EPFO પેન્શન ધારકોને તેમના જીવન પ્રમાણપત્રને EPFO ઑફિસ અથવા બેંકમાં જમા કરાવવા પડે છે.

epfo

જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવાના નિયમોમાં થયા આ બદલાવ

પ્રમાણપત્રની અવધિ સબમિશનની તારીખથી એક વર્ષ માટે માન્ય છે. જો પેન્શનધારકે 1 જાન્યુઆરીએ જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું હોય, તો તે પછીના વર્ષે તે જ તારીખ સુધી માન્ય રહેશે. નવી જોગવાઈ મુજબ, પેન્શન ધારકો વર્ષના કોઈપણ સમયે તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે. જેમનુ પેન્શન શરૂ થયાને એક વર્ષથી ઓછો સમય થયો છે, તેમણે  નવેમ્બરમાં લાઇફ પ્રૂફ આપવાની જરૂર નથી.

દેશભરમાં ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ-સીએસસીને જીવન પ્રમાણપત્ર બનાવવાની સત્તા આપવામાં આવી છે. EPFO પેન્શન ધારકો આ સેવા તેમના નજીકના સામાન્ય સેવા કેન્દ્રથી મેળવી શકે છે. આ સિવાય બેંકોમાં પણ આ સેવા ચાલુ રહેશે. શ્રી યાદવે કહ્યું કે, પેન્શન ધારકો કે જેમણે વર્ષ 2020 માં પી.ઓ. જારી કર્યા છે તેઓને જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની જરૂર નથી.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!