એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, તેના નવા રજિસ્ટ્રેશનની સખ્યા ડિસેમ્બરમાં 24 ટકા વધીને 12.54 લાખ થઇ છે. આ આંકડા કોરોના રોગચાળાની વચ્ચે ઔપચારિક સેક્ટરમાં રોજગારની સ્થિતિ સૂચવે છે.

EPFOએ જાહેર કર્યા આંકડા, 12.54 લાખ ખાતાધારકો વધ્યા
શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, EPFOના કામચલાઉ પગારના આંકડા મુજબ, ડિસેમ્બર 2020 માં શુધ્ધ આધાર પર 12.54 લાખ ખાતાધારકો વધ્યા, જે એક સકારાત્મક સંકેત છે. વાર્ષિક ધોરણે પગારનાં આંકડામાં ડિસેમ્બરમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ખાતાધારકોમાં વધારો થવાનો આ આંકડો કોરોના પહેલાના સ્તરને સમાન જ છે. નવેમ્બર 2020 ની સરખામણીએ આ વધારો 44 ટકા વધારે છે. મળતી માહિતી પ્રમાણે, EPFOએ કોવિડ -19 રોગચાળા છતાં ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં લગભગ 53.70 લાખ ખાતાધારકોને ઉમેર્યા છે.
Read Also
- વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર
- અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા
- જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર
- ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત
- મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો