GSTV
Finance Trending

દિવાળી પહેલા EPFO ​​ખાતાધારકોને મળી ગિફ્ટ, નોકરિયાતોને મળવા લાગ્યા વ્યાજના પૈસાઃ આ રીતે ચેક કરો બેલેન્સ

કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (EPFO) એ પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં નાણાકીય વર્ષ 2022-23નું વ્યાજ પીએફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે આ નાણાકીય વર્ષમાં EPFO ​​ખાતાધારકોના ખાતામાં જમા રકમ પર 8.15 ટકા વ્યાજ દર આપી રહ્યું છે.

નોંધનીય છે કે EPFOના વ્યાજ દરો દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) અને નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો સરકારે જૂન 2023માં નાણાકીય વર્ષ 2022-23 માટે વ્યાજ દરોની જાહેરાત કરી હતી. આ પછી સરકારે વ્યાજ દરના નાણાં પીએફ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર પર ઘણા યુઝર્સ છેલ્લા કેટલાય સમયથી EPFOને પૂછી રહ્યા હતા કે ક્યારે તેમના ખાતામાં વ્યાજના રૂપિયા જમા કરવામાં આવશે. સુકુમાર દાસ નામના યુઝરે આ બાબતે સવાલ પૂછતા EPFOએ જવાબ આપ્યો કે ખાતામાં વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખાતાધારકોને આ વર્ષે કોઈપણ નુકસાન વિના વ્યાજની સંપૂર્ણ રકમ મળશે. આ સાથે EPFOએ કર્મચારીઓને ધીરજ રાખવાનો અનુરોધ પણ કર્યો છે.

પીએફ બેલેન્સ કેવી રીતે ચેક કરવું

જો તમે પીએફ ખાતાધારક છો અને તમારા ખાતાનું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમે આ સરળતાથી કરી શકો છો. આ માટે તમે મેસેજ, મિસ્ડ કોલ, ઉમંગ એપ અથવા EPFO ​​વેબસાઈટની મદદ લઈ શકો છો. મેસેજ દ્વારા બેલેન્સ ચેક કરવા માટે તમારે તમારા EPFO ​​રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર મેસેજ મોકલવો પડશે. આ સિવાય તમે 011-22901406 નંબર પર મિસ્ડ કોલ મોકલીને પણ બેલેન્સ ચેક કરી શકો છો. EPFO પોર્ટલ પર જઈને For Employees સેક્શનમાં બેલેન્સ ચેક કરી શકાય છે.

ઉમંગ એપ પર બેલેન્સ ચેક કરવા માટે પહેલા તમારા મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ પછી EPFO ​​સેક્શનમાં જઈને સર્વિસ પસંદ કરો અને પાસબુક પસંદ કરો. આ પછી Employee-centric service પર જઈને OTP વિકલ્પ પસંદ કરો. ત્યારપછી તમારા મોબાઈલ પર OTP આવશે. આ ઓટીપી નાંખતા થોડી વારમાં તમારી EPFO ​​પાસબુક ખુલશે.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ  https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA 
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV