GSTV

ઈંગ્લેન્ડનાં ઈયોન મોર્ગને ધોનીનો રેકોર્ડ તોડ્યો, સૌથી વધુ સિક્સર પોતાના નામે કરી

ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં આયર્લેન્ડનો શાનદાર વિજય થયો પરંતુ સામે પક્ષે ઇંગ્લેન્ડના સુકાની ઓઇન મોર્ગને પણ શાનદાર સદી ફટકારી હતી. રોઝ બાઉલ ખાતે રમાયેલી આ મેચમાં મોર્ગને માત્ર 78 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે 15 ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 84 બોલમાં 106 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે કેટલાક રેકોર્ડ સર્જ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી આ તેની 13મી સદી હતી. આમ તે તેણે વન-ડેમાં 14 સદી ફટકારી છે પરંતુ તેમાંની એક સદી તે આયર્લેન્ડ તરફથી રમતો હતો ત્યારે નોંધાઈ હતી.

આ સાથે તેણે ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી નોંધાવનારા બેટ્સમેનમાં બીજો ક્રમ હાંસલ કરી લીધો છે. જો રૂટે 16 અને માર્કસ ટ્રેસ્કોથિકે 12 સદી ફટકારી હતી. હવે મોર્ગન કરતાં માત્ર જો રૂટ જ આગળ છે.

આ ઉપરાંત તેણે ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીનો એક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે મોર્ગન એક કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિકસર ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. મોર્ગને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને 163 મેચમાં 212 સિકસર ફટકારી છે. ધોનીએ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે 332 મેચમાં 211 સિક્સર ફટકારી હતી.

મોર્ગન હવે આયર્લેન્ડ સામે સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. જોકે તે મતે માત્ર છ બોલથી પોતાના જ દેશના રવિ બોપારાનો રેકોર્ડ તોડી શક્યો નહી. બોપારાએ 2013માં આયર્લેન્ડ સામે 74 બોલમાં સદી ફટકારી હતી જ્યારે મોર્ગને આ માટે 78 બોલ લીધા હતા.

READ ALSO

Related posts

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!