GSTV
Gujarat Government Advertisement

નાઇટ રાઇડર્સના કેપ્ટન બનવા અંગે મોર્ગને આપી પ્રતિક્રિયા, કાર્તિક વિષે કહી આ વાત

Last Updated on October 17, 2020 by Mansi Patel

કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ના નવા કેપ્ટન ઓઇન મોર્ગને દિનેશ કાર્તિકના ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020)ની ટીમના સુકાનીપદ છોડવાના નિર્ણયને નિ:સ્વાર્થ ગણાવ્યો હતો જેણે પોતાના કરતાં ટીમને વધારે મહત્વ આપ્યું હતું.

કાર્તિકે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચના થોડા કલાકો અગાઉ જ ઉપ કપ્તાન મોર્ગનને કેપ્ટનશીપની જવાબદારી સોંપી હતી. તે અંગે મોર્ગને કહ્યું, ‘હા, હું બીજા બધાની જેમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ગઈકાલે ડીકેએ માહિતી આપી હતી કે તે કેપ્ટનશીપ છોડે છે અને તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે કારણ કે તેને લાગે છે કે ટીમ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.’

તેણે કહ્યું, ‘મને લાગે છે કે તે એક ખૂબ નિ:સ્વાર્થ કામ છે અને તે તેની સાહસ પણ દર્શાવે છે, કે જેણે  કેપ્ટન હોવા છતાં ટીમને પોતાની આગળ રાખી.’ મોર્ગને એમ પણ કહ્યું હતું કે કાર્તિક સહિત નેતૃત્વ જૂથના અન્ય ખેલાડીઓની મદદ લેવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું, ‘હું આ ટીમની કેપ્ટનશિપ કરવામાં આનંદ આવશે. નિશ્ચિતપણે હવે ઉપ-કપ્તાન નહીં પણ કેપ્ટન તરીકે હું આશા રાખું છું કે અમારા ખેલાડીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ.

કોલકત્તા નાઈટ રાઇડર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિનેશ કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને માહિતી આપી છે કે તેણે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ટીમના હેતુ માટે કેપ્ટનશિપ ઓઇન મોર્ગનને સોંપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જાણવા જેવું/ 22 કેરેટ સોનાના ઘરેણાના ભાવ કેવી રીતે થાય છે નક્કી, જાણો મેકિંગ ચાર્જથી કેટલી વધી જાય છે કિંમત

Bansari

વોટ્સએપ ખૂબ જ જલદી લાવી રહ્યું છે મોસ્ટ એવેટેડ ફીચર્સ, એક સાથે આટલા ડિવાઈસ ઉપર ચલાવી શકાશે

Harshad Patel

શ્રેયાર્થ યુનિવર્સિટી: ધોરણ 10 પછીના અભ્યાસ માટે માર્ગદર્શન વેબિનારનું રવિવારે આયોજન, મળશે કારકિર્દી ઘડતરની ટિપ્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!