ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને વર્તમાન વિશ્વ કપમાં છગ્ગાઓનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો. માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાન સામે રમતા મોર્ગને વિશ્વ રેકોર્ડ કર્યો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટને 17મો છગ્ગો લગાવતાની સાથે જે ક્રિસ ગેઈલ રેકોર્ડ તોડ્યો હતો. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કુંભમાં મંગળવારે એક નવો વિક્રમ સર્જાયો.

ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડના ખેલાડી ઇયોન મોર્ગન એક જ વનડે મેચમાં 17 સિક્સર લગાવવાનો રેકોર્ડ બનાવ્યો.. અફઘાનિસ્તાન સામેની મેચમાં ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 397 રન બનાવ્યા.. જેમાંથી મોર્ગને 71 બોલમાં 148 રનની તોફાની ઇનિંગ્સ રમી.

. જેમાં મોર્ગને 17 સિક્સર અને 4 ફોર મારી હતી.. ક્રિસ ગેઈલે 2015ના વર્લ્ડ કપ મુકાબલામાં એક મેચમાં 16 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ગેઈલ ઉપરાંત રોહિત શર્માએ પણ એક મેચમાં 16 છગ્ગા માર્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને અફઘાનિસ્તાન સામે 2019 ના વર્લ્ડ કપની 24 મેચમાં અફઘાન કપ્તાન ગુલબદીન નઈબના બોલ પર પોતાની ઈનિંગનો 17મો છગ્ગો લગાનીને વિશ્વ વિક્રમ સર્જયો હતો.
એક દિવસીય આંતરરાષ્ટ્રીય: એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા

ઈયોન મોર્ગન (ઈંગ્લેન્ડ): 17 સિક્સ, વિ અફઘાનિસ્તાન, માન્ચેસ્ટર 2019 , રોહિત શર્મા (ભારત): 16 સિક્સ, વિ ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ 2013, એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા): 16 સિક્સ, વિ વેસ્ટ ઈન્ડિઝ, જોહાનિસબર્ગ 2015 , ક્રિસ ગેઇલ (વેસ્ટ ઈન્ડિઝ): 16 છગ્ગા, વિ ઝિમ્બાબ્વે, કેનબેરા 2015
READ ALSO
- પાખંડી પાકિસ્તાનની પોલ ખુલી: 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ મીર જીવિત, ગણાવ્યો હતો મૃત
- ગુજરાત રમખાણોને રાજનીતિક ચશ્મા પહેરીને જોવાયા, ભગવાન શંકરની જેમ 19 વર્ષ સુધી ‘વિષપાન’ કરતાં રહ્યાં પીએમ મોદી : અમિત શાહ
- છૂટાછેટા પછી પુખ્ત પુત્રી પણ ભરણપોષણની હકદાર! પિતાએ ઉઠાવવો પડશે ભણતરનો ખર્ચ, કોર્ટે આપ્યો કડક આદેશ
- ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત
- રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ