કરણ જોહરની ‘દોસ્તાના ટુ’માં હીરો તરીકે ફતેહ રંધાવાને લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેના પિતા વિંદુ દારાસિંહ તથા ફરાહ બંને પોતપોતાના સમયના જાણીતા કલાકારો રહી ચૂક્યા છે એટલે ફતેહ પોતે પણ એક સ્ટાર કિડ જ છે. લોકપ્રિય અભિનેત્રી તબુ તેની માસી થાય છે. ફરાહ તબુની મોટી બહેન છે. જાહ્નવી કપૂર આ ફિલ્મમાં ફતેહની હિરોઈન હશે. જાણીતા ટીવી સ્ટાર લક્ષ્ય પણ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે.

દીકરાના લોન્ચિંગ પર પિતાનું રિએક્શન
દીકરા ફતેહની લોન્ચિંગ પર પિતા વિંદુનું કહેવું છે કે ફતેહે વચ્ચેના 4 વર્ષ દરમિયાન એક્ટિંગના દરેક ડિપાર્ટમેન્ટમાં ભારે મહેનત કરી છે અને મહેનતનું ફળ હંમેશા મળે જ છે. સુત્રોના અનુસાર કરણને લાગે છે કે ફતેહ ટેલેન્ટેડ છે, તે પણ વરુણ અને સિદ્ધાર્થની જેમ સ્ટાર બની શકે છે.
જણાવી દઈએ કે અગાઉ, કરણ જોહરે ‘દોસ્તાના ટૂ’માં કાર્તિકની પસંદગી કરી હતી. તે વખતે કાર્તિક અને જાહ્નવી રિલેશનશિપમાં હોવાનું ચર્ચાતું હતું. જોકે, બાદમાં બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું. ત્યારે કરણે સ્ટાર કિડ તરીકે જાહ્નવીનો પક્ષ લીધો હતો અને ફિલ્મમાંથી કાર્તિકની હકાલપટ્ટી કરી હતી. આ ફિલ્મમાં ત્યારે ૨૦ કરોડ રુપિયા જેટલો ખર્ચ થઈ ગયો હતો.

વચ્ચે થોડો સમય આ ફિલ્મ અભેરાઈ પર ચઢાવી દેવાઈ હતી. પરંતુ, કરણે હવે તેના પરથી ફરી ધૂળ ખંખેરી છે. એ પણ જણાવી દઈએ કે ફતેહના દાદા દારાસિંહનું નામ પણ બોલિવૂડના લિજન્ડરી એકટર્સની યાદીમાં સ્થાન પામે છે. ફતેહને કોઈ મોટા પ્રોજેક્ટથી લોન્ચ કરાશે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. જોકે, હજુ કરણ જોહરે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં