GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં નોવેસ કોરોના વાયરસનાં કુલ 1050થી વધારે કેસો નોંધાયેલા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં નોવેલ કોરોના વાયરસનાં 8 કેસો નોંધાયા છે. ત્યારે ગુજરાત રાજ્યનાં આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. નોવેલ કોરોના વાયરસ COVID-19 સંદર્ભે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી કરવામાં આવે છે.

જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર જીલ્લામાંથી અથવા અન્ય જીલ્લાઓમાંથી અથવા અન્ય રાજ્યોમાંથી અથવા તો વિદેશમાંથી 15 માર્ચ 2020 બાદ આવેલાં તમામ લોકોએ ફરજીયાત પણે ગાંધીનગર મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે. આ માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે. જેમાં કોલ, મેસેજ, વ્હોટ્સએપ કરીને અથવા તો ગાંધીનગર મ્યુનિસિપલની વેબસાઈટ પરથી કે ઈમેલ કરીને જાણ કરી શકાય છે.  જો કોઈ માહિતી નહી આપે અને કસુરવાર થશે તો એપેડેમિક ડીસઝ એક્ટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડની જોગવાઈ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!