GSTV

ના હોય! આ આખુ ગામ આવ્યું કોરોનાની ઝપેટમાં, આ એકમાત્ર શખ્સના નસીબ હતાં બળવાન

કોરોના

હિમાચલ પ્રદેશના એક ગામમાં એક આખુ ગામ કોરોનાની લપેટમાં આવી ગયું છે. અહીંના લાહોલી ઘાટીના થોરાંગ ગામમાં માત્ર એક વ્યક્તિને છોડીને બધા જ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે.

ગામના એક વ્યક્તિને છોડીને આખુ ગામ કોરોના પોઝિટિવ

આ દેશનો પહેલો એવો કિસ્સો છે કે જેમાં ગામના એક વ્યક્તિને છોડીને આખુ ગામ કોરોના પોઝિટિવ હોય. જે વ્યક્તિને કોરોના નથી થયો તેનું નામ 52 વર્ષીય ભૂષણ ઠાકુર છે અને તેમણે કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યો હોવા છતા મને કોરોના ન થયો. જેનું કારણ મારા શરીરની તંદુરસ્તી હોઇ શકે છે.

કોરોના

હું ખુદ મારૂ ભોજન બનાવંુ છું અને અલગ રૂમમાં રહું છું. હું દરેક પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન કરતો હોવાથી પરિવારમાં લોકોને કોરોના થયો હોવા છતા મને નહોતો થયો. બીજી તરફ ગામના બધા જ લોકોને કોરોના થઇ જતા તંત્ર દોડતુ થયું છે અને હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવાની સલાહ પ્રશાસન આપવા લાગ્યું છે. સાથે જ આસપાસના ગામડાઓમાં પણ ટેસ્ટિંગનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે.

Read Also

Related posts

ફિલ્મ સિટી : અક્ષય બાદ, ગોવિંદા-અજય દેવગણ સાથે યોગી કરશે મુલાકાત

Pravin Makwana

નવસારી : તળાવના વિવાદમાં પોલીસે કર્યો બળ પ્રયોગ, પીઆઇએ લાફા ઝીંકી ગ્રામજનોને પોલીસ વાહનમાં બેસાડ્યાં

Nilesh Jethva

ટ્રિક/હવે બર્થ ડે વિશ કરવા માટે રાતે 12 વાગ્યા સુધી જાગવાની નહી પડે જરૂરી, Whatsapp પર આ રીતે કરો મેસેજ શિડ્યુલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!