GSTV
Home » News » પ્રિયંકા કરતા પણ વધારે સુંદર દેખાય છે તેની જેઠાણી, જોવા મળ્યો Hot અવતાર

પ્રિયંકા કરતા પણ વધારે સુંદર દેખાય છે તેની જેઠાણી, જોવા મળ્યો Hot અવતાર

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તાજેતરમાં લગ્નસંબંધથી જોડાયા છે. જો કે લગ્ન બાદ પણ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા લાઈમલાઈટમાં છે. પોતાનાં મ્યુઝીક વીડિયો ‘સકર-SUCKER’ને લઈને તેઓ ચર્ચામાં છે. આ વીડિયો જોનાસ બ્રધર્સ દ્વારા પ્રોડ્યુસ કરાયો છે. તાજેતરમાં જ આ વીડિયો આલ્બમથી જોડાયેલી અનેક તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ તસવીરમાં નિક જોનાસનાં મોટા ભાઈ કી જો જોનાસની ગર્લ ફ્રેન્ડ અને ગેમ ઓફ થ્રોન્સની અભિનેત્રી સોફી ટર્નર નજરે પડે છે. જો સંબંધ જોવામાં આવે તો સોફી ટર્નર પ્રિયંકા ચોપરાની જેઠાણી છે. જો કે એવું કહેવું જરાય અતિશ્યોક્તિ નથી કે સોફી પ્રિયંકા કરતા વધારે સુંદર છે. જો કે સોફી અને પ્રિયંકા વચ્ચે સારી એવી બોન્ડિંગ જોવા મળે છે.

તસ્વીરોમાં સોફી બાથ ટબમાં બેઠી છે. તેમજ ચહેરા પર હૈવી મેકઅપ કરેલો છે. આ સાથે જ માથામાં ફુલોથી સજાવેલ ક્રાઉન નાંખ્યું છે. આ લુકમાં સોફી એકદમ આકર્ષક લાગે છે.

ત્યાંજ બીજી તસ્વીરમાં બ્લેક ડ્રેસ સાથે હેટ પહેરી છે, જેમાં સોફી કાતીલાના અંદાજ સાથે કેમેરાને પોઝ આપી રહિ છે. સોફીનો હોટ એન્ડ બોલ્ડ અંદાજ જોઈને ભલભલાના શ્વાસ થંભી જાય.

આમ તો જો અને સોફીએ પોતાનાં સંબંધો વિશે સિક્રેટ રાખ્યું. ઘણી વખત જો અને સોફી એક સાથે જોવા મળયા હતાં. જો અને સોફીએ ઓક્ટોબર-2017માં પોતાનાં સંબંધો વિશે જાહેરાત કરીને પોતાનાં ફેન્સને ચોંકાવી દિધા હતાં. હવે ચાહકોની સાથે પરિવારજનોને પણ આ કપલનાં લગ્નની ઇન્તેજારી છે.

મ્યુઝીક વીડિયોની વાત કરવામાં આવે તો Sucker ગીત રિલીઝ થતાં જ સોશ્યલ મીડિયામાં વાયરલ થયું છે. સોશ્યલ મીડિયામાં અત્યાર સુધી આ ગીતને દોઢ કરોડ કરતા વધુ વખત જોવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

વિદેશમંત્રી સુષ્માએ લિબિયા સંકટ પર આપ્યો મોટો સંકેત, 500 ભારતીયો છે ફસાયા

Path Shah

પ્રિ વેડિંગ ફોટોશુટ કરાવી રહ્યું હતું કપલ, નદીમાં એવું થયું કે તમે ચોંકી જશો

Path Shah

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar