GSTV

પ્રતીક બબ્બરે સાન્યા સાગર સાથે કરી લીધા લગ્ન, લગ્નની તસવીરો થઈ વાયરલ

2018 લગ્નની સિઝનમાં ચાલ્યું ગયું. વર્ષના અંતે બોલિવુડના સુપરકપલ્સે લગ્ન કર્યા. ત્યારે આ વર્ષની શરૂઆત પણ લગ્નથી જ થઈ છે. બોલિવુડ અભિનેતા પ્રતીક બબ્બરે લખનઉમાં ગર્લફ્રેન્ડ સાન્યા સાગર સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ પરિવાર અને કેટલાક અંગત સંબંધીની હાજરીમાં સાત ફેરા લગાવ્યા હતા. સોશિયલ મીડયા પર તેમના લગ્નની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.

સાન્યા સાગર લગ્નમાં પરંપરાગત પરિધાનમાં જોવા મળી હતી. દુલ્હનના પરિવેશમાં સાન્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. લગ્નમાં પ્રતીક બબ્બર રીતી રિવાજો મુજબ હાથમાં નાળીયેર પકડેલા દેખાયા. સાથે તેણે શેરવાની અને ચૂંદરી પણ લગાવેલી હતી.

તો બીજી એક તસવીરમાં વર વધુ બનેલા પ્રતીક અને સાન્યા એક બીજાનો હાથ પકડીને નજર આવે છે. જેમાં સાન્યાનો ચહેરો નથી દેખાઈ રહ્યો. સાન્યાનું બેકગ્રાઉન્ડ જણાવીએ તો સાન્યા લેખક અને પ્રોડ્યુસર છે. જે બંન્નેએ ગત વર્ષ સગાઈ કરી લીધી હતી.

તો બીજી તરફ પ્રતીક બબ્બર સ્મિતા પાટીલ અને રાજ બબ્બરનો દિકરો છે. બોલિવુડમાં તેણે જાને તું યા જાનેના જેવી ફિલ્મથી ડેબ્યું કર્યું હતું જેમાં તેની એક્ટિંગના વખાણ થયા હતા. તો એક દિવાના થા અને છેલ્લા બાગી-2માં તે નજર આવ્યો હતો.

READ ALSO

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!