પટાખાઅે રિલિઝ પહેલાં કરી લીધો વકરો, ટીકિટ બારીની અાવક થશે નફો

માતબર ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજની આજે શુક્રવાર ૨૮ સપ્ટેંબરે રજૂ થઇ રહેલી ફિલ્મ પટાખાએ રિલિઝ થયા પહેલાંજ એના સર્જકને પૂરતી કમાણી કરાવી આપી હોવાની માહિતી મળી હતી. ચરણજિત સિંઘ પથિકની એક ટૂંકી વાર્તા પરથી વિશાલે બનાવેલી આ ફિલ્મમાં બે સગ્ગી બહેનો વચ્ચે પ્રવર્તતી કાતિલ સ્પર્ધાની વાત છે. ટીવી સ્ટાર રાધિકા માદન અને દંગલ ફેમ સાન્યા મલ્હોત્રાએ બંને બહેનોના રોલ કર્યા છે. સ્ટેન્ડ અપ કોમેડિયન સુનીલ ગ્રોવર પણ આ ફિલ્મમાં એક મહત્ત્વનો રોલ કરી રહ્યો છે. જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ ફિલ્મમાં કોઇ આગેવાન સ્ટાર નથી એટલે આપોઆપ બજેટમાં કાપ આવી ગયો હતો.

વિશાલે માત્ર બાર કરોડના ખર્ચે આ ફિલ્મ બનાવી છે. અત્યાર અગાઉ ફિલ્મના  ડિજિટલ રાઇટ્સ, મ્યુઝિકના રાઇટ્સ, સેટેલાઇટ રાઇટ્સ વગેરે દ્વારા વિશાલને બાર કરોડ રૂપિયા તો ક્યારના મળી ચૂક્યા છે. હવે ટિકિટબારી પરની જે આવક થાય એ બધી નફો હશે.

વિશાલ કોઇ પણ કથા અલગ રીતે કહેવા માટે પંકાયેલા છે. અગાઉ જગવિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયરની ટ્રેજેડીઓ પરથી બનાવેલી ફિલ્મો હૈદર, ઓમકારા ઉપરાંત કમીને, રંગૂન વગેરે ફિલ્મોમાં કથા કહેવાની એમની સ્ટાઇલ બિરદાવાઇ હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter