GSTV
Home » News » અઢાર વર્ષનાં થયાં સૈફ-અમૃતાનાં નવાબ, બહેન સારાએ આવી રીતે કર્યુ વિશ, જુઓ તસવીરો

અઢાર વર્ષનાં થયાં સૈફ-અમૃતાનાં નવાબ, બહેન સારાએ આવી રીતે કર્યુ વિશ, જુઓ તસવીરો

સૈફ અલી ખાનનાં નાના પુત્ર તૈમુર અલી ખાન તો છાસવારે લાઈમલાઈટમાં ચમકતા રહે છે. પોતાની અનેક અદાઓથી નવાબ તૈમુર અલીખાને અનેક લોકોનાં દિલ જીતી લીધા છે. મનપસંદ સ્ટારકિડ્સની યાદીમાં તૈમુર પહેલા નંબરે છે. જો કે સૈફ અલી ખાનનાં મોટા પુત્ર ઇબ્રાહિમ ક્યારેક જ જોવા મળે છે. ઇબ્રાહિમે હજુ સુધી પોતાની બહેન સારા અલી ખાનની જેમ બોલીવૂડમાં એન્ટ્રી કરી નથી.  જો કે ઇબ્રાહિમ આજ કાલ સોશ્યલ મીડિયામાં ખુબજ એક્ટિવ છે.

ઇબ્રાહિમે આજે જીવનનાં અઢાર વર્ષ પુર્ણ કર્યા છે. તેઓ પોતાનો અઢારમો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ તકે બહેન સારા અલી ખાને પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીર શેર કરી છે. તેમજ ભાઈ ઇબ્રાહિમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.

સારા અલી ખાને ફોટો શેર કરીને ઇબ્રાહિમને દુનિયાનાં સૌથી સારા ભાઈ ગણાંવ્યા છે. શેર કરેલી તસવીરમાં ઇબ્રાહિમે બહેન સારાને ખોળામાં ઉઠાવી છે. બન્ને નાં ચહેરાનાં હાવભાવ જબરદસ્ત છે. ભાઈ બહેનની કેમેસ્ટ્રી કમાલ છે.

સારા અને ઇબ્રાહિમ બન્ને એકબીજાની ખુબ જ નજીક છે. ઇબ્રાહિમ અત્યારે મુંબઈની ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. ઇબ્રાહિમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવશે કે કેમ તે કોઈને ખબર નથી. પરંતુ 2008માં ઇબ્રાહિમે યશરાજ બેનરની ફિલ્મ ટશનમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું.

જો તમે સૈફ અલી ખાન અને અમૃતા સિંહનાં પુત્ર ઇબ્રાહિમને જુઓ તે તમે સૈફ અને ઇબ્રાહિમ વચ્ચેનો ભેદ ભલી જશો. કારણ કે ઇબ્રાહિમ હુબહુ  પિતા સૈફ અલી ખાન જેવા દેખાય છે. તાજેતરમાં ઇબ્રાહિમની એક તસવીર વાયરલ થઈ હતી.

આ ફોટો જોઈને એક યુઝરે લખ્યું હતું કે, કોઈ મને જણાવશે કે આ સૈફ અલી ખાનની જુની-પુરાણી તસવીર છે કે પછી આ સૈફનો પુત્ર છે.  ત્યાંજ બીજા યુઝરે લખ્યું છે કે, ઓહ માય ગોડ, આ તો સૈફની ઝેરોક્ષ કોપી છે.

READ ALSO

Related posts

ખરાબ રિવ્યુ બાદ પણ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ‘કલંક’, પહેલાં જ દિવસે છપ્પરફાડ કમાણી

Bansari

ધૂમધામથી જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચ્યા, જોયું તો ત્યાં ફક્ત બોર્ડ લટકાવ્યું હતું જેમાં લખ્યું હતું કે…

Arohi

હવે Whatsapp પર ચેટિંગ દરમિયાન નહી કરી શકો આ કામ, આવશે નવું ફીચર

Bansari