બિગબીની દોહિત્રીએ અંબાણીના લગ્નમાં લગાવ્યા ચાર ચાંદ, પહેરી નાની જયા બચ્ચની વર્ષો જૂની સાડી

ઈશા અંબાણી અને આનંદ પિરામલ૧૪ ડિસેમ્બરે મુંબઈમાં લગ્નનું ગ્રેંડ રીસેપ્શન પાર્ટી આપવાના છે. ઈશા અને આનંદના લગ્ન૧૨ ડિસેમ્બરે થયા હતા અને હવે એક દિવસ પછી જ રીસેપ્શન રાખવામાં આવેલ છે. ઈશા અને આનંદના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. આની વચ્ચે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલીથી જોડાયેલી એક વાત સામે આવી છે જેનાથી તમે પણ અજાણ હશો.

અમિતાભ બચ્ચન તેના પરિવાર સાથે મુકેશ અંબાણીની એકમાત્ર દીકરીના લગ્નમાં પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચનની સાથે જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને આરાધ્યા પણ આ શાહી ફંક્શનનો ભાગ બન્યા હતા. આ લગ્નમાં જ્યાં એશ્વર્યાને જોઇને નજર હટાવી મુશ્કેલ હતી તો ત્યાં તેની મામી એશ્વર્યાને નવ્યા નવેલી પણ ટક્કર આપતી હતી.

ઈશા અંબાણીના લગ્નમાં કેટલાક સ્ટાર કિડ્સ આવ્યા હતા જેમાં કોઈ એ લહેંગો તો કોઈ એ વેસ્ટર્ન અને ઇન્ડિયન ફ્યુઝન પહેર્યું હતું. આ વચ્ચે નવ્યા નવેલી બધાથી અલગ દેખાતી હતી. નવ્યા નવેલીએ ઈશા અંબાણીઅને આનંદ પિરામલના લગ્નમાં બદામી રંગની પ્લેન સાડી પહેરી હતી જેમાં તે ખુબસુરત લાગતી હતી. સુત્રોનું માનીએ તો નવ્યા નવેલીની આ સાડી તેની નાની જયા બચ્ચનની હતી જેને નવ્યાએ પહેરી હતી.

નવ્યા નવેલીએ આ સાડીનીસાથે ગુલાબી અને ગોલ્ડન કલરના કોમ્બીનેશનનો બ્લાઉઝ પહેર્યો હતો. તેના લુકમાં વધારેચાર ચાંદ લાગવવા માટે ગળામાં હાર અને માંગમાં ટીકો લગાવ્યો હતો. બાકી સ્ટાર કિડ્સથી નવ્યા નવેલી થોડી અલગ તો જરૂર છે અને તેનો આ નિર્ણય આ વાત પર ઈશારો કરી રહ્યો છે.

નવ્યા નવેલી તેના પરિવારસાથે જોવા મળતી હોય છે. નવ્યા કેમેરા સામે પોઝ આપવો વધારે પસંદ નથી કરતી અને આ કારણથી જ ઈશા અંબાણીના લગ્નમાં કેમેરાની નજરથી બચતી જોવા મળી રહી છે. ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન ૧૧ ડિસેમ્બરે એન્ટીલીયામાં થઇ હતી અને રીસેપ્શન જીયો ગાર્ડનમાં ૧૪ ડિસેમ્બરેછે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter