PHOTOS: ઈશા અંબાણીના રિસેપ્શનની તસવીરો જોઈ લો, જુઓ કોણ-કોણ આવ્યું?

ઈશા અંબાણી અને આનંદ પિરામલની રીસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશા અંબાણી અને આનંદ પીરમલની રીસેપ્શન પાર્ટીમાં ફરી એક વખત બોલીવુડ અને રાજનીતિક જગતના દિગ્ગજો જોવા મળ્યા. મુંબઈમાં આયોજિત આ રીસેપ્શનમાં કેટલીક મોટી હસ્તીઓ જોવા મળી હતી. પાર્ટીમાં ઈશાએ ગોલ્ડન કલરનું આઉટફીટ પહેર્યું હતું અને આનંદે બ્લેક કલરનો સુટ પહેર્યો હતો.

કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર અને તેમની પત્નીએ મુંબઈની રીસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પણ આ પાર્ટીમાં શામેલ થયા હતા.

માનવ સંસાધન મંત્રી સત્યપાલ સિંહ તેમની પત્ની અલકા સિંહ સાથે આવ્યા હતા.

નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ અને જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

પત્ની અમૃતા રાય સાથે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ હાજરી આપી હતી.

તામીલનાડુના ઉપમુખ્યમંત્રી પન્નીરસેલ્વમ

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter