પરણ્યા વિના જીતેન્દ્રનો દિકરો પહેલાં બન્યો બાપ હવે બન્યો મામા, એકતા બની “માં”

ફિલ્મ ઉદ્યોગ અવનવા સમાચારોને લઈને હંમેશા લાઈમલાઈટમાં રહે છે. આજે નવી જ ખબર આવતા ફિલ્મરસીકો માટે ખુશીનાં સમાચાર છે. ફિલ્મ અભિનેતા તૂષાર કપૂર ત્રણ વર્ષ પહેલા સરોગેસી માધ્યમથી પિતા બન્યો છે. હવે તેની બહેન અને ટીવી સિરીયલ નિર્માતા એક્તા કપૂર પણ માં બની ગઈ છે. એક્તા કપૂરનાં ઘરે પુત્રનો જન્મ થયો છે. 43 વર્ષિય એક્તા કપૂર સરોગેસી માધ્યમથી માં બની ગઈ છે.

એક્તા કપૂર જાણીતા સિરીયલ નિર્દેશક છે. તેમનાં ઘરે 27 જાન્યુઆરીએ પુત્રનો જન્મ થયો છે. એક ખાનગી સમાચાર સંસ્થાનાં જણાંવ્યા મુજબ, ડોક્ટરો એ કહ્યું છે કે બાળક તંદુરસ્ત છે. જલ્દી તે પોતાના ઘરે જશે. કપૂર પરિવારે જ આ વાતની જાણ કરી છે.

એક્તા કપૂરનાં પિતા જીતેન્દ્ર બીજી વખત દાદા બનવાને કારણે ખુબ જ ખુશ છે. એક્તા કપૂર સોશ્યલ મિડીયા પર જલ્દી આ ખુશીની જાણ કરશે. મહત્વનું છએ કે એક્તા કપૂર અને તુષાર કપૂરે લગ્ન કર્યા નથી. વર્ષ 2016માં તુષાર કપૂર પુત્ર લક્ષ્યનાં પિતા બન્યા હતાં.

તુષાર કપૂર સિંગલ પેરેન્ટ છે. જો કે હવે તેમની બહેન એક્તા કપૂર પણ સિંગલ પેરેન્ટ બનીને ખુશ છે. એક ઇન્ટરવ્યુમાં તુષારે કહ્યું હતું કે, ઘણાં સમય પહેલા મેં આના વિશે વિચાર્યુ હતું. હવે હું એક દિકરાનો પિતા છું. જો કે હજુ સુધી મારા લગ્ન થયા નથી. મને ખબર નથી કે મારા લગ્ન ક્યારે થશે. સમય ખુબ જલ્દી પસાર થઈ રહ્યો છે. હું પરિવાર શરૂ કરવા માટે હવે રાહ જોઈ શકુ તેમ નથી. હું ગમે ત્યારે લગ્ન કરી શકું છું. તે પહેલા જ હું સિંગલ પેરેન્ટ બની ગયો.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter