ચોમાસાની મજા માણો આ ગરમા-ગરમ સ્વાદિષ્ટ ટિક્કી સાથે

ચોમાસાની પધરામણી થઇ ચૂકી છે. ત્યારે લોકોને સ્વાદિષ્ટ અને ચટપટી વાનગીઓ ખાવાનું મન થાય તેમાં કોઇ નવાઇ નથી. મોટાભાગે લોકો ભજીયા કે વડાંપાઉં ખાતા હોય છે, પણ આજે અમે તમને એક એવી વાનગી બતાવીશું જે ખાધા બાદ તમે આંગળા ચાટતા રહી જશો. ત્યારે જોઇ લો આ ડિલીસીયસ વાનગી બનાવવાની રીત.

સામગ્રી –

બાફેલા બટાકા 4

લીલા ધાણા ઝીણા સમારેલા – 2 ચમચી

લીલા મરચા – 1 ટી સ્પૂન

મીઠું – સ્વાદમુજબ

બાફેલા વટાણા – 1/2 કપ (મીઠુ અને ખાંડના પાણીમં ઉકાળેલા)

તેલ

લીલી ચટણી

ટોમેટો કેચઅપ

બનાવવાની રીત –

સૌ પહેલા એક બાઉલમાં 4 બાફેલા બટાકાને સારી રીતે મેશ કરી લો અને તેમાં 2 ટીસ્પૂન લીલા ધાણાને મિક્સ કારો. ત્યારબાદ તેમાં 1 ટી સ્પૂન લીલા મરચા અને મીઠુ ઉમેરો પછી તેને સારી રીતે મિક્શ કરી લો. આ મિશ્રણમાંથી થોડુ મિક્ચર લઈને નાના-નાના બોલ્સ બનાવી લો. હવે તેને હળવા હાથે દબાવીને ટિક્કીનો શેપ આપી દો. હવે આ ટિક્કીમાં થોડા થોડા મટર દબાવીને ફરીથી બોલ બનાવી લો. આ રીતે ટિક્કી બનાવીને બાજૂમાં મુકી  પર મુકી દો. હવે એક પેનમાં સાધારણ તેલ નાખો અને આ ટિક્કીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાસુધી બંને બાજુથી ફ્રાય કરો. ફ્રાઈ કર્યા પછી તેને કાઢીને ઓઈલ ઓબ્સોર્બેટ પેપર પર મુકો. તમારી આલુ મટર ટિક્કી બનીને તૈયાર છે. હવે આ ગરમા-ગરમ ટિક્કીને લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter