GSTV
Home » News » પાટીદારો આનંદો! સુરતમાં નરેશ પટેલે કરી આ જાહેરાત

પાટીદારો આનંદો! સુરતમાં નરેશ પટેલે કરી આ જાહેરાત

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતો પાટીદાર સમાજ છે. લેઉવા પાટીદારોની પ્રમુખ સંસ્થા ખોડલધામ-કાગવડનાં પ્રમુખ નરેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યાં હતાં. પોતાની સુરત મુલાકાત દરમિયાન નરેશ પટેલે સુરત વસતા પાટીદારો માટે એક મોટ જાહેરાત કરીને સમાજને ખુશીનાં સમાચાર આપ્યા છે. પાટીદાર સમાજનાં યુવાનોએ રાજકારણમાં આવવું જોઇએ, અગાઉ તેવું નિવેદન નરેશ પટેલે આપ્યું હતું.

પાટીદારોની ખોડલધામ સંસ્થાના પ્રમુખ નરેશ પટેલે મોટી જાહેરાત કરી છે. ખોડલધામ જેવું મંદિર સુરતમાં બનાવાની તેમણે જાહેરાત કરી. નરેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં સમાજના ઉત્થાન માટેના કાર્યો અંગે મળેલી બેઠકમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે આ જાહેરાત કરી કે ખોડલધામ જેવું મંદિર સુરતમાં બનાવવા માટે પ્લાનિંગ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સમાજ જેટલો મોટો એટલું સરકારમાં પ્રભુત્વ પણ મળવું જોઇએ. સમાજના યુવાઓએ રાજકારણમાં આવવું જોઈએ. જોકે નરેશ પટેલે તેમનો પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચા પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

નાના વરાછામાં લેઉવા પટેલ સમાજના અગ્રણી પરબતભાઈ કાછડીયાના નિવાસસ્થાને થયેલી આ બેઠકમાં સમાજના અન્ય અગ્રણીઓ ઉપરાંત કેટલાક  ઉદ્યોગકારોની પણ  ઉપસ્થિત જોવા મળી હતી.

READ ALSO

Related posts

FATFના પ્રમુખે આપ્યો સંકેત, પાકિસ્તાન મુકાઈ શકે છે બ્લેક લિસ્ટ

Nilesh Jethva

રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, 142 કિલો અખાધ્ય લીચીનો નાશ કરાયો

Nilesh Jethva

અમેરિકાના વિદેશ પ્રધાનનો ભારતમાં વિરોધ, ડાબેરીઓએ મોદી પર પણ કર્યા પ્રહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!