GSTV

શિયાળાની કડકડતી ઠંડીમાં ઉઠાવો મેથી મટર પુલાવનો લુત્ફ, ભોજનમાં લાગી જશે ચાર ચાંદ

શિયાળામાં ઘણા લોકો મેથીના પરોઠા ખાવાનું પસંદ કરે છે. આજે અમે તમને મેથી મટરના પુલાવ બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છે. આ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે-સાથે બનાવવામાં ખૂબ સરળ હોય છે. તો આવો જાણીએ મેથી મટર પુલાવ બનાવવાની રેસિપી.

સામગ્રી

  • ચોખા- 1 કપ
  • ઝીણી સમારેલી મેથી- 2 કપ
  • વટાણા- 1 કપ
  • ડુંગળી- 1/2 કપ
  • રાઈ- 1 ચમચી
  • જીરું- 1 ચમચી
  • લીલા મરચા- 2
  • ગરમ મસાલો- 1/4 ચમચી
  • લાલ મરચું પાવડર- 1/2 ચમચી
  • લીલા ધાણા-
  • તેલ- જરૂરિયાત પ્રમાણે
  • મીઠું- સ્વાદ પ્રમાણે
  • પાણી- જરૂરિયાત પ્રમાણે

બનાવવાની રીત

  • મેથી મટરના પુલાવ બનાવવા માટે તમારે સૌ પ્રથમ ચોખાને 30 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખી દો.
  • બાદમાં ધીમા તાપ પર ભાગણામાં તેલ ઉમેરી તેલ ગરમ કરો અને તેમાં સરસવ અને જીરું નાખો.
  • ફરી ત્યારબાદ ડુંગળી અને લીલા મરચા નાખી હળવા શેકી લો.
  • ત્યારબાદ હવે મેથી અને વટાણા નાખી 5 મિનિટ સુધી ચલાવતા શેકી લો.
  • ફરી 5 મિનિટ બાદ લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લો.
  • બાદમાં ચોખા નાખી સારી રીતે મિક્સ કરો અને ફરી પાણી નાખી ઢાંકી પકાવી લો.
  • ચોખાને પકાવતા સમયે વચ્ચે એક વખત ચલાવી લો.
  • જ્યારે ચોખા પૂર્ણ રીતે પાકી જાય તો ગેસ બંધ કરી લીલા ધાણા નાખો.
  • તો ચાલો મેથી મટર પુલાવ તૈયાર છે.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!