GSTV

ખુશખબરી! Reliance Jio એ આ ટેરિફ વાઉચરની પ્રાઈઝ બદલી, હવે ફ્રીમાં માણી શકશો Disney+ Hotstar VIP ની મજા

JIO

Reliance Jio એ પોતાના સ્પેશિયલ ટેરિફ વાઉચરની પ્રાઈસ બદલી દીધી છે. Reliance Jio તરફથી આ વર્ષે જૂન મહિનામાં યૂઝર્સ માટે Disney+ Hotstar VIP એડ-ઓન પેક લોન્ચ કરવામાં આવ્યા હતા. કંપની આ સ્પેશિયલ ટેરિફ વાઉચરને ત્યારે 222 રૂપિયામાં ઓફર કરી રહી હતી, પરંતુ હવે સબ્સક્રાઈબર્સને તે માટે 33 રૂપિયા આપવા પડશે. એટલે કે, રિલાયંસ જિયોએ પોતાના સ્પેશિયલ ટેરિફની કિંમત હવે 255 રૂપિયા કરી દીધી છે. તે સાથે જ તમે ફ્રીમાં IPL ની મજા પણ Disney+ Hotstar VIP પર લઈ શકો છો.

My Jio એપ્લીકેશનમાં દેખાઈ રહ્યુ છે સ્પેશિયલ ટેરિફ

My Jio એપ્લીકેશનમાં નવી પ્રાઈઝ આ સ્પેશિયલ ટેરિફ દેખાઈ રહ્યુ છે અને યૂઝર્સ નવી કિંમત પર તેનાથી રિચાર્જ કરી શકે છે. Jio ના આ પ્રીપેડ પ્લાનમાં 15GB હાઈ-સ્પીડ અનલિમિટેડ ડેટા આપવામાં આવશે. આ ડેટા ખતમ થયા બાદ યૂઝર્સની સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. આ પ્લાન યૂઝર્સના હાજરના પ્લાનની વેલિટિડી સુધી માટે એડ-ઓન છે અને તે સાથે Disney+ Hotstar VIP નું 1 વર્ષનું સબ્સસ્ક્રિપ્શન મળી રહ્યુ છે.

જૂનમાં લોન્ચ થયો હતો પ્લાન

Reliance Jioએ 222 રૂપિયાની કિંમત પર Disney+ Hotstar VIP એડ-ઓન પેક હાજર એનુઅલ યૂઝર્સ માટે લોન્ચ કર્યા હતા. કારણ કે Disney+ Hotstar VIP પેક્સ માત્ર હાલમાં જ લોન્ચ થયેલ પ્રીપેડ પ્લાન્સ પર મળી રહ્યુ હતુ એવામા Jio એ તે યૂઝર્સને પણ ઓપ્શન આપી દીધો છે, જે પહેલા એનુઅલ રિચાર્જ કરી રહ્યા છે.

આ પ્લાન્સ પર પણ ઓપ્શન

કંપનીએ પોતાનો પ્રીપેડ પ્લાન સપ્ટેમ્બરમાં બાકી લોકો માટે પણ એક્સપેન્ડ કરી દીધો છો. Jio પ્રાઈમ એક્સક્લૂસિવ ટેરિફ વાઉચર્સ (STV) હવે 2399 રૂપિયા, 2121 રૂપિયા, 1699 રૂપિયા, 999 રૂપિયા, 599 રૂપિયા અને 444 રૂપિયા પર પણ એપ્લિકેબલ છે. જો તમે પણ Disney+ Hotstar VIP નું સબ્સક્રિપ્શન ઈચ્છો છો તો એલિજિબલ હોવા પર 255 રૂપિયાવાળા પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો.

READ ALSO

Related posts

ઝઘડિયા/ ગુમાનદેવ મંદિરના મહંતે 50 લોકોના ટોળા વિરુધ્ધ નોંધાવી લૂંટ-ફાટની ફરિયાદ- પાંચ લાખથી વધુની મત્તાની ભીડે ચલાવી લૂંટ

pratik shah

Video: મેચ દરમિયાન કોહલીએ અનુષ્કાને પૂછ્યુ “બાબુને ખાના ખાયા?”, મળ્યો આવો ક્યૂટ રિપ્લાય

Bansari

પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે ચાલતા ઈન્ટરનેશનલ વેબીનાર પર સાઈબર એટેક, હેકર્સે વગાડ્યું રામ અને હનુમાનનું ગીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!