GSTV

બે ખેલાડીને કોરોના છતાં 17મી જૂનથી ઇંગ્લિશ પ્રીમિયર લીગનો પ્રારંભ

કોરોના

ફૂટબોલ પ્રેમીઓ માટે ખુશ ખબર એ છે કે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) 17મી જૂનથી શરૂ થઈ રહી છે. ત્રણ મહિના સુધી આ વખતની સિઝન રોકાઈ ગઈ હતી અને કોરોના વાયરસને પગલે તેની મેચ યોજી શકાઈ ન હતી પરંતુ બ્રિટિશ મીડિયાએ આ સમાચાર પ્રકાશિત કર્યા છે. નવમી માર્ચે લેસ્ટરની એસ્ટન વિલાએ 4-0થી વિજય હાંસલ કર્યા બાદ એકેય મેચ રમાી ન હતી. લીગની મોખરાની ક્લબોએ કબીજાના સંપર્કમાં આવતી હોય તેવી ટ્રેનિંગનો પ્રારંભ કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. હવે ક્યારથી લીગ શરૂ કરવી તે અંગે ગુરુવારે બેઠક યોજાઈ હતી જેમાં એસ્ટન વિલા અને શેફિલ્ડ યુનાઇડેટ વચ્ચે પ્રથમ મેચ અને માન્ચેસ્ટર સિટી અને આર્સેનલ વચ્ચે બીજી મેચ રમાશે.

2 ખેલાડીઓને થયો કોરોના

આમ ઇંગ્લિશ પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે પરંતુ સાથે સાથે ફુલહામ ક્લબના બે ખેલાડી કોરોનાગ્રસ્ત બન્યા હોવાના સમાચાર પણ છે. ઇંગ્લિશ ફૂટબોલ લીગ (ઇએફેલ)એ જાહેર કર્યું હતું કે ત્રણ દિવસમાં 1030 કર્મચારીઓ અને ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા જેમાંથી બે ક્લબના ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલા ખેલાડી કે કર્મચારીને નિયમ મુજબ કોરોન્ટાઈન કરવામાં આવશે જ્યારે જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેવા લોકોને મેદાન પર ટ્રેનિંગ લેવા દેવામાં આવશે.

સેકન્ડ ટાયરની ફુલહામ ક્લબે જાહેર કર્યું હતું કે તેના બે ખેલાડી પોઝિટિવ આવ્યા છે. લંડનની આ ક્લબે કહ્યું હતું કે બંને ખેલાડીની સારવાર ગુપ્ત રીતે થઈ રહી હોવાથી તેમના નામ જાહેર કરાશે નહીં. જોકે ઘણી ઓછી સંખ્યામાં ખેલાડીઓને પોઝિટિવ આવ્યા હોવાથી લીગ ફરીથી શરૂ કરવાને વેગ મળ્યો છે.

Read Also

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!