GSTV
Home » News » ઈંગ્લેન્ડમાં મેચ કરતા સ્ટેડિયમ બહાર લારી પરની ‘ભેળ’ મશહુર થઈ ગઈ, ભુરીયાઓએ બે હાથે ઝાપટી

ઈંગ્લેન્ડમાં મેચ કરતા સ્ટેડિયમ બહાર લારી પરની ‘ભેળ’ મશહુર થઈ ગઈ, ભુરીયાઓએ બે હાથે ઝાપટી

ભારતમાં મગફળી અને ભેળનું વેચાણ ખૂબ સામાન્ય વાત છે પરંતુ હવે હિન્દુસ્તાનની ગલિઓમાં મળવા વાળા આ બે સ્વાદ હાલમાં લંડનના રસ્તાઓ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે તો સ્ટેડિયમની બહાર એક અંગ્રેજ મગફળીની દુકાન લગાવીને બેઠો છે અને લોકો ગરમા ગરમ મગફળી ખરીદી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં તેની જ ચર્ચા છે.

સ્ટેડિયમની બહાર મગફળી અને ભેળ વેચી રહેલા અંગ્રેજનો વીડિયો ભારતના ફેમસ કવિ કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. કુમારે વીડિયોમાં જ્યારે આ વ્યક્તિને પુછ્યું કે આ શું છે તો તે કહે છે ‘ગરમા… ગરમ… મગફળી’ કુમાર વિશ્વાસના વીડિયો ઉપરાંત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક અંગ્રેજ ભેળ વેચી રહ્યો છે. લોકો લખી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાલી રહેલા મેચની બહાર આ વ્યક્તિ ભેળ વેચી રહ્યો છે.

જોકે આ વીડિયો મેચ વાળા દિવસનો જ છે કે જુનો છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પરંતુ વર્લ્ડકપ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Read Also

Related posts

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!