GSTV
Home » News » કોહલીને પ્રપોઝ કરનારી આ મહિલા ક્રિકેટર હવે ટીમ ઇન્ડિયાના આ યુવા ખેલાડી પાછળ હાથ ધોઇને પડી

કોહલીને પ્રપોઝ કરનારી આ મહિલા ક્રિકેટર હવે ટીમ ઇન્ડિયાના આ યુવા ખેલાડી પાછળ હાથ ધોઇને પડી

ટીમ ઇન્ડિયાના સ્પિનર યુજવેન્દ્ર તહલે પોતાના જોડીદાર સાથી બોલર કુલદીપ યાદવ સાથે ફોટોશૂટ દરમિયાનનો એક ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો. તે બાદ ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ યાટે ચહલના આ ફોટો પર મજાક કરી. ડેનિયલે ચહલના કદની મજાક ઉડાવી. જણાવી દઇએ કે ડેનિયલ યાટ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પ્રપોઝ પણ કરી ચુકી છે.

વેસ્ટઇન્ડીઝ સામે ચેન્નઇમાં વન ડે સીરીઝની પહેલી મેચ રવિવારે રમાઇ. આ મેચ પહેલાં ભારતીય ખેલાડીઓએ ફોટોશૂટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન યુજવેન્દ્ર ચહલે કુલદીપ યાદવ સાથેનો ફોટો શેર કર્યો. આ સાથે જ ચહલે લખ્યું- હેડશૉટ્સ બનાવવામાં ચેન્નઇમાં ઘણી મજા કરી.

તેના પર ઇંગ્લિશ મહિલા ક્રિકેટર ડેનિયલ યાટે ચહલને ટ્રોલ કર્યો. ડેનિયલે કમેન્ટ કરતાં લખ્યું- મારા ખ્યાલથી તારુ કદ મારા કરતાં પણ ઓછુ છે. આ કમેન્ટ સાથે ડેનિયલે હસતુ ઇમોજી પણ પોસ્ટ કર્યુ છે.

ડેનિયલ યાટ તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ડેનિયલે સોશિયલ મીડિયા પર બિન્દાસ્ત થઇને વિરાટ સામે લગ્નના પ્રસ્તાવ મુક્યો હતો. ડેનિયલનું આ પ્રપોઝલ ઘણાં દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયુ હતું.

સોશિયલ મીડિયા પર ડેનિયલની આ કમેન્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. જો કે આ તસવીર ચહલે ચેન્નઇમાં રમાયેલી વેસ્ટઇન્ડીઝ સામે પ્રથમ વન ડે મેચ શરૂ થયાના થોડા સમય પહેલાં પોસ્ટ કરી હતી. આ મેચમાં ચહેલને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક મળી ન હતી. સાથે જ કુલદીપને મેદાન પર ઉતરવાનો ચાન્સ મળ્યો હતો.

અગાઉ પણ ડેનિયલે ચહેલના ફોટો પર કમેન્ટ કરી હતી. ચહેલે બેટિંગ કરદતાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેના પર ઇંગ્લિશ મહિલા ક્રિકેટરે ‘બોલ્ડ’ કમેન્ટ કરી હતી. ડેનિયલની એક પછી એક કમેન્ટ બાદ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

Read Also

Related posts

શું તમે સંપૂર્ણ ઉંઘ નથી લેતા, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બિમારી

pratik shah

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!