GSTV

બૈનક્રૉફ્ટની મુશ્કેલીઓ વધી, હવે સમરસેટે કાઉન્ટી માટે મૂક્યો પ્રતિબંધ

Last Updated on March 30, 2018 by Bansari

કેપટાઉન ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ઓપનિંગ બેટ્સમેન કેમરૂન બેનક્રૉફ્ટને વધુ એક આંચકો મળ્યો છે. ઇંગ્લિશ ક્રિકેટ કાઉન્ટી સમરસેટે બેનક્રૉફ્ટ પર 2018 સીઝન માટે પ્રતિબંધ મૂકી દીધો છે. સમરસેટ આ સીઝન માટે ફરીથી બેનક્રૉફ્ટ સાથે કરાર કરવાની હતી પરંતુ હવે તેણે પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે.

સમરસેટના ડાયરેક્ટર એન્ડી હરેએ જણાવ્યું કે મે ક્લબના સીઇઓ, કેપ્ટન, મુખ્ય કોચ સાથે વાત કરી છે અને અમે ક્લબના હિતમાં નિર્ણય લીધો છે કે કેમરૂન બેનક્રોફ્ટ 2018ની સીઝનમાં અમારા વિદેશી ખેલાડીઓ નહી હોય.

તેમણે જણાવ્યું કે, અમે એક ક્લબ તરીકે આ સમગ્ર  મામલાને વધુ નજીકથી જોયો છે અને સાથે જ મે બહારી તત્વો પાસેથી જાણકારી એકઠી કરી શકતા હતાં, તે કરી છે. મે ગત શનિવારથી અનેક વખત કેમરૂન સાથે વાત કરી હતી. તેણે પરિપક્વતા સાતે મારી સાથે વાત કરી. તેણે જણાવ્યું કે તે પોતે કરેલા કૃત્યથી શરમસાર છે અને ક્લબ સાથે સંબંધિત દરેક વ્યક્તિ પાસે તેણે માફી માંગી છે.

ઉલ્લેખનીય છે કે આ વિવાદમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નરને પણ દોષી ઠેરવવામાં આવ્યાં હતા. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ એક-એક વર્ષ માટે બંને ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણય બાદ બીસીસીઆઇએ પણ આઇપીએલના 11મી સીઝન માટે બંને ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

Related posts

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!