GSTV
Cricket Sports Trending

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

કપ્તાન ઇઓન મોર્ગનની રેકોર્ડ બ્રેકિંગ સદી સાથે, ઈંગ્લેન્ડે મંગળવારે વર્લ્ડકપ 2019 માં અફઘાનિસ્તાનને 150 ની સરસાઈથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડનો વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત છે. અગાઉ 2015 ના વર્લ્ડ કપમાં તેમના પડોશી સ્કોટલેન્ડને 119 રનથી હરાવ્યું હતુ.

આ જીત સાથે ઇંગ્લેન્ડ હવે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું છે.આ મેચમાં, ઈંગ્લેન્ડ ટૉસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે અફઘાનિસ્તાનના તમામ બોલરોની ધમાકેદાર ધોલાઈ કરી હતી.

અને સમગ્ર મેચ દરમ્યાન ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. અને ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 397/6 નો જંગી સ્કોર કર્યો હતો. ત્યારે તેના જવાબમાં ઉતેરેલી અફઘાનિસ્તાનની ટીમ ફક્ત 50 ઓવરમાં 247/8 રનનો સ્કોર કરી શકી હતી.ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને આદિલ રશીદે 3-3 વિકેટ લીધી. અફઘાનિસ્તાનથી હશમતુલ્લાહ શાહીદીએ 76 રન બનાવ્યા.

રહમત શાહ (46) અને અસગર અફઘાન (44) રનની ઈનિંગ રમી હતી.પ્રથમ વિકેટ બીજી ઓવરમાં પડી હતી નૂર અલી જારદાન (0) આઉટ થયા હતા. આ પછી માર્ક વુડે 12 મી ઓવરની 5 મી બોલ પર ગુલ્બાદિનને પોતાનો લક્ષ્યાંક બનાવ્યો હતો. ગુલબદ્દીને 28 બોલમાં 37 રન બનાવ્યા. રહમત શાહે 52 રન સાથે ત્રીજી વિકેટની ભાગીદારી કરી. આદિલ રશીદે 46 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ: જોની બેયરસ્ટો, જેમ્સ વિન્સ, જોએ રુટ, ઇયોન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), બેન સ્ટોક્સ, મોઈન અલી, આદિલ રશીદ, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોફ્રા આર્ચર

અફઘાનિસ્તાન: નૂર અલી જાદરાન, ગુલ્બદ્દીન નઈબ (કેપ્ટન), રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી, અસગર અફગન, નજીબુલ્લાહ જાદરાન, મોહમ્મદ નબી, ઇકબાલ અલી ખિલ (વિકેટકીપર), રશીદ ખાન, મુજીબ ઉર રહેમાન, દાવત જાદરાન

READ ALSO

Related posts

અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ

Rajat Sultan

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan

વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી

Rajat Sultan
GSTV