GSTV
Home » News » આના જેવો કેચ વર્લ્ડ કપમાં દેખાય તો કહેજો…! આ કેચનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

આના જેવો કેચ વર્લ્ડ કપમાં દેખાય તો કહેજો…! આ કેચનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

મેન્સ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તો બીજી તરફ ICC વિમેન્સ ચેમ્પિયનશીપ પણ રમાઈ રહી છે. અહીં પણ વરસાદ મઝા લઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની ત્રીજી મેચ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈંન્ડિઝની વચ્ચે રમાઈ હતી.

ઈંગ્લેન્ડની ટીમે પહેલાં બેટિંગ કરતાં 39 ઓવરમાં 258 રન બનાવ્યા હતા. DLS નિયમો મુજબ વેસ્ટ ઈન્ડિઝને 39 ઓવરમાં મેચ જીતવા માટે 267 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટઈન્ડિઝની ઓપર બેટ્સવુમન હેલી મેથ્યૂઝ ઈનિંગ્સના બીજા ઓવરના છેલ્લાં બોલ ઉપર આઉટ થઈ ગઈ હતી.

બોલર કેટ ક્રોસનાં બોલ પર હેલીએ કવરમાં એક શોટ માર્યો હતો. જ્યાં ફિલ્ડીંગ ફ્રેન વિલ્સન કરી રહી હતી. બૉલ બાઉન્ડ્રીની તરફ જઈ રહ્યો હતો પરંતુ તેને રસ્તામાં જ ફ્રેન વિલ્સમે ઝડપી પાડ્યો હતો. મેચ બાદ બોલર કેટ ક્રોસે ટ્વીટ કરીને ક્હ્યુ હતુકે, આ વીડિયો જોતા રોકાતી જ નથી.

મને વિશ્વાસ જ નથી આવતો. 267નો ટાર્ગેટ ચેઝ કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 131 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી અને 135 રનથી મેચ હારી ગઈ હતી. ત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ લોકો ફ્રેન વિલ્સનનાં આ કેચનાં વખાણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

Dabangg 3: નવા ‘હુક’ સ્ટેપ સાથે રિલિઝ થયું ‘હુડ હુડ દબંગ’ સૉન્ગ, ક્રેઝી થઇ જશે ચુલબુલ પાંડેના ફેન

Bansari

પાયાવિહોણા આરોપો લગાવનારાઓને જડબાતોડ જવાબ છે રાફેલ પર નિર્ણય, કોંગ્રેસ માંગે માફી

Mansi Patel

ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજને મુખાગ્નિ આપવાની અંતિમ બોલી 4 કરોડ 51 લાખમાં બોલાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!