Last Updated on July 21, 2020 by Karan
ઇંગ્લેંડની મહિલાએ એવા પારદર્શક માસ્ક બનાવ્યા છે, જેની મદદથી બધિર લોકો સામેવાળાના હોઠને વાંચી શકશે અને તેના શબ્દો સમજી શકશે. આ માસ્ક તેમને કોરોના ચેપથી પણ દૂર રાખશે. 45 વર્ષીય ક્લેર ક્રોસે તેને તૈયાર કર્યા છે, તે કહે છે કે આ માસ્ક ચહેરા પર સારી રીતે બંધ બેસે છે અને જે બોલી શકતા નથી તેમને મદદરૂપ થશે. લોકડાઉન પછી, હવે લોકોને માસ્ક લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, ખાસ કરીને જ્યારે બહાર મુસાફરી વખતે અને ભીડમાં જતા હોય ત્યારે.

ચહેરો અને હોઠને વાંચી શકે છે
નેશનલ ડીફ ચિલ્ડ્રન્સ સોસાયટીનું કહેવું છે કે, બધિર લોકો વસ્તુઓ સમજવા માટે હોઠોને વાંચે છે, પરંતુ માસ્કને કારણે તેઓ વસ્તુઓ સમજવામાં અસમર્થ હોય છે, કોરોના રોગચાળા દરમિયાન, મૂક-બધિર લોકોને ખાસ કરીને ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. જ્યારે આવા પારદર્શક માસ્ક વિશ્વભરમાં ઉપલબ્ધ ન થઈ જાય. ઇંગ્લેન્ડમાં 90 લાખ લોકો એવા છે જે સાંભળી શકતા નથી. તેઓ ચહેરાના અને હોઠના એક્સપ્રેશન દ્વારા સાંકેતિક ભાષાને સમજે છે.
બધિર લોકોને વહેંચી રહી છે માસ્ક
બીબીસીનાં રિપોર્ટ મુજબ, ક્રૉસ એક પબ વર્કર છે. તે લાંબા સમયથી સંધિવા સાથે સંઘર્ષ કરી રહી છે અને આવા પારદર્શક માસ્કનું વિતરણ કરે છે. તે કહે છે કે મારા કેટલાક મિત્રો છે જે સાંભળી શકતા નથી. તે લિપ રીડિંગ પર આધાર રાખે છે, માસ્કની શરૂઆત આ જ મિત્રો માટે કરી હતી. જ્યારે મેં તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું, ત્યારે મને આવા લોકો દ્વારા વિનંતી કરવામાં આવી કે તેઓને પણ પારદર્શક માસ્કની જરૂર છે. આ સિવાય બધિર લોકોની સારવાર કરનારા ડોકટરો અને નર્સોની પણ માંગ હતી.

બધિર લોકો માટે પડકારો વધ્યા
ક્રૉસ કહે છે કે લોકડાઉન હટાવ્યા બાદ લોકોને થોડી રાહત મળી છે, પરંતુ બધિરો માટે પડકારો વધ્યા છે. તેઓ અન્ય લોકોની જેમ સામાન્ય જીવન જીવવા માટે શા માટે સમર્થ ન હોવા જોઈએ,તેમને પણ રાહતનો અનુભવ થવો જોઈએ, તેથી આવા માસ્ક તૈયાર કર્યા છે.
READ ALSO
- સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ
- કામનું/ માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા મેળવી શકો છો PAN Card, આ સ્ટેપને કરવા પડશે ફોલો
- રહી ના જતાં/મહામારી છતાં લોકોને ખૂબ પસંદ આવી રહી છે આ સરકારી યોજના, 3 કરોડ લોકો ઉઠાવી ચૂક્યા છે લાભ
- મહામારી છતા લોકોને પસંદ આવી રહી છે સરકારની આ સ્કીમ, સબસ્ક્રાઇબર્સની સંખ્યા 3 કરોડને પાર
- અમદાવાદ: GMDCમાં 900 બેડની હોસ્પિટલ તૈયાર, અમિત શાહના નિરીક્ષણ બાદ વિધિવત રીતે થશે શરૂ
