GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સજાતીય સંબંધોના કારણે પ્રકાશમાં આવેલી ઈંગ્લેન્ડની બે મહિલા ક્રિકેટરોએ સગાઈ કરી લીધી

સજાતીય સંબંધોને કારણે ચર્ચામાં રહેલી ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરો નાતાલી સ્કીવર અને કેથેરિન બ્રન્ટે સગાઈ કરી લીધી છે. ઈંગ્લેન્ડની આ ક્રિકેટરોએ ઈન્સ્ટાગ્રામ અને એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં આ અંગેની જાહેરાત કરી હતી. હવે તેઓ આગામી સપ્ટેમ્બરમાં યોજાનારા ભારત પ્રવાસ બાદ લગ્ન કરવાનું વિચારી રહી છે.

મહિલા ક્રિકેટમાં સજાતીય સંબંધ ધરાવતી આ પહેલી જોડી નથી

બ્રન્ટે હાલ ચાલી રહેલા વર્ષની પૂર્વ સંધ્યાએ નાતાલીને પ્રપોઝ કર્યું હતુ અને ત્યાર બાદ તેમના સંબંધો જાહેર થયા હતા. બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડ તરફથી એક સાથે પહેલી વખત ૨૦૧૩માં રમી હતી અને ત્યારથી તેઓ ટીમની નિયમિત સભ્ય છે. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સજાતીય સંબંધ ધરાવતી આ પહેલી જોડી નથી. અગાઉ સાઉથ આફ્રિકાની ડાન વાન નિકેર્ક અને મારિઝાને કાપ્પની જોડી તેમજ ન્યૂઝીલેન્ડની એમી સટ્ટેરવેઈટ અને લીયા તાહુહુની જોડી પણ પોતાના સંબંધો અંગે જાહેરમાં એકરાર કરી ચૂકી છે. 

Read Also

Related posts

અમદાવાદ: સાયન્સ સીટી ચાર રસ્તા પાસે કાર ચાલકે બે વ્યક્તિને લીધા અડફેટે, રાહદારીનું ઘટનાસ્થળે થયું કરૂણ મોત

Pravin Makwana

PHOTO: હિરાબાએ શિલાન્યાસની ઐતિહાસિક ક્ષણને ઘરે બેઠા નિહાળી, ટીવી પર જીવંત પ્રસારણ જોઈ ધન્યતા અનુભવી

Mansi Patel

નવસારીમાં વરસાદી માહોલ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, ખેડૂતોમાં પણ ખુશીની લહેર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!