GSTV
Gujarat Government Advertisement

ENG vs AUS:બટલરની ધમાકેદાર ઇનિંગ, ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી ટી20 ક્રમાંકમાં ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને

બટલર

Last Updated on September 7, 2020 by Bansari

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડ રવિવારે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડની ટીમે ત્રણ ટી20 મેચની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં યજમાન ટીમને 20 ઓવરમાં 158 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તે લક્ષ્યાંક જોઝ બટલરની અણનમ 77 રનની મદદથી 18.5 ઓવરમાં જ ઇંગ્લેન્ડની ટીમે હાંસલ કરી લીધો હતો. જોઝ બટલરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કાંગારું ટીમે પાંચ ઓવરમાં માત્ર 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી

સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ ખાતે રમાયેલી બીજી ટી20માં ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચનો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો અને કાંગારું ટીમે પાંચ ઓવરમાં માત્ર 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ એરોન ફિંચ અને માર્કસ સ્ટોઇનિસે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો. બંનેએ મળીને ઓસ્ટ્રેલિયાના સ્કોરને 12 ઓવરમાં 79 રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ ત્યારબાદ કાંગારું ટીમની નિયમિત અંતરે વિકેટ પડતી રહી હતી અને અંતે 20 ઓવરમાં ઓસ્ટ્રેલિયન ટીમ સાત વિકેટે 157 રન કરવામાં સફળ રહી હતી.

બટલર

158 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડે શરૂઆત સારી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જોની બેરસ્ટો પ્રથમ મેચની જેમ જ આ મેચમાં પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને કમનસીબે 9 રને સ્ટાર્કની બોલિંગમાં હિટ-વિકેટ થઇ ગયો હતો. પરંતુ બીજા છેડે વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે પહેલી મેચનું ફોર્મ જાળવી રાખતા 54 બોલમાં 8 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ 77 રન બનાવ્યા હતા. જોઝ બટલરે ઇંગ્લિશ ટીમને સિક્સર ફટકારીને વિજય અપાવ્યો હતો. આ વિજય સાથે ઇંગ્લેન્ડની ટીમ આઈસીસી ટી20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખરતા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!