GSTV
Home » News » ENG vs WI, World Cup 2019: યજમાન ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું

ENG vs WI, World Cup 2019: યજમાન ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું

ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની એક તરફી મેચમાં આઠ વિકેટથી જીતી. વેસ્ટ ઇન્ડિઝે આપેલા 213 રનના લક્ષ્યાંકને ફક્ત 33.1 ઓવરમાં મેળવી લીધા હત. જેમાં જો રુટે 100 રન બનાવ્યા, બેયરસ્ટો (45), ક્રિસ વોક્સ (40) અને બેન સ્ટોક્સ 10 રન બનાવીને અણનમ રહ્યા હતા.ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવા ઉતરી હતી.અગાઉ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી.

અને લુઈસ ફક્ત ચાર કરીને પોવેનીયન ભેગો થઈ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનનો સ્વિંગ બોલનો સામનો કરવામાં ચૂકી ગયા હતા. બધા કેરેબિયન બેટ્સમેનો મુશ્કેલી પડી હતી. ત્યાર બાદ ક્રિસ ગેઇલ (36) રનની ઈંનિંગ રમીને આઉટ થયા.

ત્યારે ટીમનો કુલ સ્કોર 54 રનનો હતો. જો કે હેટમાયર અને નિકોલસ પુરનની સફળ ભાગીદારી કરી અને ટીમના સ્કોરને 144 સુધી પહોંચાડ્યો . જ્યારે યુવા ખેલાડી નિકોલસ પૂરન (63) અને શિમરોન હેટમેયર (39) એ ચોથી વિકેટ માટે 89 રન ઉમેર્યા હતા, ત્યારે ટીમનો સ્કોર 200ના આંકડો પહોંચ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડ તરફથી આર્ચર સિવાય, માર્ક વુડે 18 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ક્રિસ વોક્સે 16 અને લિએમ પ્લંકેટને 30 રન આપી એક વિકેટ એક વિકેટ ઝડપી હતી. જૉ રુટ બે વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડ: જેસન રોય, જોની બેયરસ્ટો, જૉ રૂટ, ઇઓન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, લિયામ પ્લંકેટ, જોફ્રા આર્ચર, માર્ક વુડ

વેસ્ટ ઈન્ડિઝ: ક્રિસ ગેઇલ, ઈવન લુઈસ, શે હોપ (વિકેટકીપર), નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર (કેપ્ટન), આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેઇટ, શૅનન ગેબ્રિયલ, શેલ્ડન કોટરેલ, ઓશાને થોમસ

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!